Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબી તાલુકાની બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર :સરપંચ-ઉપસરપંચ બિનહરીફ જાહેર

સરપંચ તરીકે શૈલેશ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજા તેમજ ૮ સભ્યોની સર્વાનુમતે વરણી .

મોરબી જીલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ વિવિધ ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા હોય જેમાં બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સરપંચ અને ઉપસરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
મોરબી તાલુકાની બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે અને ચુંટણી પૂર્વે જ સરપંચ તરીકે શૈલેશ પટેલ અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજા તેમજ ૮ સભ્યોની સર્વાનુમતે વરણી કરાઈ છે ત્યારે ગામના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:58 am IST)