Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

આટકોટ પાસે કોલસી ભરેલ ટ્રક પલટી ખાઇ ગયો : બેને ઇજા

આટકોટ : આટકોટના જંગવડ પાસે મામાદેવના મંદિર પાસેની ગોળાઇમાં કોલસી ભરેલ ટ્રક પલટી ગયો હતો. જે ભાવનગરથી મોરબી જતો હોય ગોળાઇમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગોળાઇમાં ટ્રક રોડ પર આડો પડી ગયો હતો અને કોલસી રોડ પર ઢોળાઇ ગઇ હતી રોડનેે ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેમાં ઘટનાસ્થળે ૧૦૮ દોડી ગઇ અને બે ઇજાગ્રસ્ત થતા તેમને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(11:46 am IST)