Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીમાં બે દિવસમાં ૪૬ કોરોના મૃતકોની મૃત્યુ સહાય મંજુર.

મોરબીમાં કોરોના મહામારીમાં સત્તાવાર રીતે કુલ ૮૭ લોકોના મૃત્યુ : પ્રથમ તબબકે રાજ્ય સરકારમાંથી ૭૫ નામોની યાદી આવી.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને રૂા. ૫૦-૫૦ હજારની સહાય ચૂકવવાની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. જેમાં બે દિવસમાં ૪૬ અરજીઓ મંજુર કરી દિવંગતોના સ્વજનોના બેન્ક એકાઉન્ટમાં સહાય ટ્રાન્સફર કરવામાં આવી છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને આ સહાય ઝડપભેર મળે તે માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. મોરબી જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન કુલ ૬૫૦૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે અને તે પૈકી ૮૭ દર્દીઓના કોરોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જો કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબબકે કુલ ૭૦ મૃતકોની યાદી મોકલવામાં આવી છે.

(11:44 am IST)