Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલ પંથકમાં ચણીયા બોરની સિઝન

ગોંડલ : ચટાકેદાર ચણીયા ખટુંબડા બોરનું નામ પડતા જ ગ્રામ્ય વિસ્તારના લોકોના મોંમાંથી સ્વાદીષ્ટ સીસકારો છુટી જાય છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં લાલ ચટાકેદાર ચણીયા ખટુંબડા બોરની સિઝન કાંટાળી બોરડી પર વાડી, ખેતરો ફરતે જોવા મળે છે. સ્વાદીષ્ટ ચસકા માટે શહેરોમાં તો ફાસ્ટફુડોમાં કલાકો સુધી વેઇટીંગમાં બેસી રાહ જોવા પડી છે. પરંતુ સૌરાષ્ટ્રના ખેડુ પરિવારોને પાકની માવજતમાંથી સમય મળે એટલે ટાઇમપાસ માટે બોર તોડી કુદરતી બ્રેકફાસ્ટનો આનંદ માણી લેતા હોય છે. (તસ્વીર :ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:29 am IST)