Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા. ર૯: ગોંડલના આંબરડી ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ આંબરડી ગામથી હડમડીયા ગામ તરફ જતા કાચા રસ્તે વલ્લભભાઇ ભુવાની વાડી પાસે બાવળ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના હેડ કો. દિગ્પાલસિંહ ગોહીલ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વલ્લભ નાનજીભાઇ ભુ઼વા રહે. આંબરડી, (ર) ભુપત કાળાભાઇ મઢવી રહે. જામકંડોરણા ભાદરાના નાકે, (૩) મનસુખ બચુભાઇ ગુજરાતી રહે. મેસપર ગામ તા. ગોંડલ, (૪) કિરીટ હરિભાઇ મઢવી રહે. જામકંડોરણા ભાદરાના નાકે, (પ)) હંસરાજ બચુભાઇ બાબરીયા રહે. ઉંમરાળી તા. જેતપુર તથા (૬) મનસુખ ગોવિંદભાઇ બગડા રહે. સાજડીયાળી તા. જામકંડોરણા ને રોકડા રૂા. ર૯૦૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

(11:28 am IST)