Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીની માળિયા ફાટક પાસે કૈફી દ્રવ્ય પીને મોપેડ ચલાવતો શખ્શ ઝડપાયો.

મોરબીના માળિયા ફાટક પાસેથી પોલીસે કૈફી દ્ર્વ્ય પીને મોપેડ લઈને જતા શખ્શને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે માળિયા ફાટક પાસેથી જ્યુપીટર જીજે ૦૩ એલસી ૬૧૮૭ લઈને જતો હોય જેને રોકી ચેક કરતા આરોપી આરીફ રઝાક શેખ (રહે કુબેર ટોકીઝ પાછળ મોરબી ૨ વાળો ) કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવતા મળી આવતા આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 pm IST)