Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

એસ.ટી.તંત્રની અવળ ચંડાઇ : સૌરાષ્ટ્રનું મોટુ તાલુકા મથક હોવા છતાં ૨૦૦થી વધુ બસ ગોંડલથી બાયપાસ

નવ નિર્મિત બસ સ્ટેન્ડનું કામ પૂર્ણતાના આરે, છતાં બસો દોડાવાય છે બારોબાર : નધરોળ તંત્ર સામે યુવા ભાજપ ખફા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: સૌરાષ્ટ્રનાં અગ્રીમ માર્કેટ યાર્ડ ઉપરાંત ધાર્મિક અને પ્રવાસનની દ્રર્ષ્ટી એઙ્ગ મહત્વ ધરાવતા ગોંડલ પ્રત્યે એસ.ટી.તંત્ર દ્વારા વ્હાલા દવલા ની નિતી રખાતી હોય અને લોકલ સહીત અંદાજે બસ્સો થી વધુ બસ ગોંડલ મા પ્રવેશવા ને બદલે બાયપાસ દોડી રહી હોય થઈ રહેલા અન્યાય સામે યુવા ભાજપ દ્વારા ઉગ્ર આવાઝ ઉઠાવાયો છે.

યુવા ભાજપ અગ્રણી કુલદીપસિંહ જાડેજા (કાલમેદ્યડા) દ્વારા બહારના ડેપોની બસો બારોબાર દોડતા એસ ટી તંત્ર ને રજૂઆત માંઙ્ગ જણાવાયું હતું કે હાલ આશરે ૨૦૦ થી વધુ બસો બાયપાસ દોડે છે અને અનેક બસો તો એવી છે જેમને સ્ટોપ હોવા છતાં બારોબાર દોડે છે. ટીકીટ ગોંડલ ની ફાડી મુસાફરો ને હાઇવે પર ઉતારી દેવાય છે.હાલ પરિસ્થિતી એવી છે કે લોકલ બસો પણ અંદર બસ સ્ટેન્ડ આવવા ની જગ્યાએ બારોબાર દોડે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ગોંડલ શહેર માં વિશ્વવિખ્યાત અક્ષર મંદિર, ભુવનેશ્વરી મંદિર અને રાજાશાહી વખત થી જેમની નામના છે તેવી રજવાડી ધરોહરો,નૌલખા પેલેસ પ્રવાસન સ્થળ માં આગવી વિશેષતા ધરાવતા હોવા છતાં તેમજ પ્રવાસન સ્થળ ને બસો ની સગવગડતા પૂરી પાડીને પ્રોત્સાહન આપવાની જગ્યાએ એસ ટી તંત્રઙ્ગ દ્વારા આટલી મોટી સંખ્યા માં બસો બાયપાસ દોડાવવામાં આવે છે.આ અંગે યોગ્ય કરવા રજૂઆત મા કુલદિપસિંહ દ્વારા જણાવાયું છે.

(10:28 am IST)