Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માળિયાના વર્ષામેડી એપ્રોચ રોડ કોઝવે પર પુલ બનાવવા ૩ કરોડની રકમ મંજુર.

મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાના મત વિસ્તારમાં આવતા માળિયા તાલુકાના વર્ષામેડી એપ્રોચ રોડ વચ્ચે આવતા અને ડૂબમાં જતા કોઝવેની જગ્યાએ રૂ ૩ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવાની કામગીરીને મંજુર કરવામાં આવેલ છે જે પુલની કામગીરી થતા રોડ પરથી પસાર થતા ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તથા પદાધિકારીઓ દ્વારા કામગીરીને આવકારવામાં આવી હતી તાજેતરમાં વવાણીયા-વર્ષામેડી રોડનું ખાતમુર્હત કરેલ છે તે રોડ પર વચ્ચે આવતા કોઝવે પર મેજર બ્રીજ મંજુર કરવામાં આવતા રોડ પર આવતા બગસરા, ચમનપર, વવાણીયા, લક્ષ્મીવાસના વાહન ચાલકોને નવલખી બંદરે આવવા-જવામાં ઉપયોગી પુરવાર થશે.

(8:10 pm IST)