Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કચ્છમાં પાંચ માસ બાદ એક જ દિવસમાં કોરોનોના સામટાં પાંચ કેસ નોંધાતાં ચિંતા

છેલ્લે ૨૨ જૂનના રોજ પાંચ કેસ નોંધાયેલાં: વધુ પાંચ કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો ૯ પર પહોંચી ગયો

ભુજઃ કચ્છમાં દિવાળી બાદ કોવિડના કેસનું પ્રમાણ ધીમા પગલે વધી રહ્યું હોય તેમ જિલ્લામાં આજે સામટાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે.

આજે નોંધાયેલાં પાંચ કેસમાં માંડવી શહેરના નવાપુરા અને બાબાવાડી વિસ્તારના ત્રણ કેસ, ગઢશીશાના એક કેસ અને ભુજ શહેરના એક કેસનો સમાવેશ થાય છે. વધુ પાંચ કેસ સાથે એક્ટિવ પોઝીટીવ કેસનો આંકડો ૯ પર પહોંચી ગયો છે.

જિલ્લામાં પાંચ માસ બાદ એક દિવસમાં નોંધાયેલા કેસનો આ સર્વાધિક આંકડો છે. અગાઉ ૨૨-૦૬-૨૦૨૧ના રોજ કચ્છમાં એક દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોવિડના પોઝીટીવ કેસમાં નાટકીય ઘટાડો જોવા મળ્યો હતો. જૂનના અંતિમ સપ્તાહથી લઈ નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી એકલ-દોકલ કેસ જોવા મળ્યાં હતા. પરંતુ, ૧૫ નવેમ્બર બાદ કોવિડના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.

(10:18 pm IST)