Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

મોટા મુંજિયાસરની અમિતા પટેલે કરાવ્યું લિંગ પરિવર્તનઃ હવે બન્યો આદિત્ય પટેલ

અમિતાનો જન્મ દીકરી તરીકે થયો, યુવાવસ્થાએ પહોંચતા કુદરતી રચનાનો સ્વીકાર કરાવી લીધો

બગસરા : બગસરા તાલુકાના મોટા મુંજીયસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરૂષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ના સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર અમિતા અનેક લોકો માટે ઉદાહરણ રૂપ બની છે.

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. ૩૧ જાન્યુઆરી ૧૯૯૪ ના રોજ સવજીભાઇ રફાળીયાના ઘરે પુત્રી રત્ન તરીકે અમિતાનો જન્મ થયેલો. અમિતા બાળપણથી પોતાની યુવાની સુધી અન્ય યુવતી જેમ પોતાનું જીવન ગુજરાતી રહી હતી. પોતાના કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન પણ તેને અનેકવાર દીકરીના સ્વરૂપે દીકરો હોવાનું બિરૂદ પણ મેળવ્યું હતું.

પરંતુ પોતાની યુવાનીમાં પહોંચતા અમિતાને પોતાની આંતરીક શરીર રચનાને લીધે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા જણાયા. આ સમય દરમ્યાન અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી. પોતાના શરીરના આંતરીક રચના તેમજ હોર્મોન્સના બદલાવ બાબતે તેણે સૌ પ્રથમ પોતાના પરિવાર સથે ખુલ્લા મને ચર્ચા કરી હતી. અને પરિવાર તરફથી સંપૂર્ણ હુંફ અને સહકાર મળતા અમિતાએ નિર્ભયતાપૂર્વક કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ના સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો.

(2:47 pm IST)