Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કચ્છનું નલિયા ઠંડીમાં ઠુંઠવાયુ : લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્યત્ર લઘુતમ તાપમાનનો પારો ઊંચો

રાજકોટ : કચ્છનું નલિયા ઠંડીમાં ઠુઠવાયુ છે લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્યત્ર લઘુતમ તાપમાનનો પારો ઊંચે ચડી ગયો છે.

છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ થયા કરે છે મોડીરાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર વધારે અનુભવાય છે સાથે સાથે ઠંડા પવન પણ ફૂંકાય છે.

આજે સવારે નલિયાને બાદ કરતા અન્ય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટયું છે અને લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચે  ચડ્યો છે. રાજકોટનું આજનૂ લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયું છે.

    

ક્યાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૭ ડિગ્રી

ડીસા

૧૨.૪ ડિગ્રી

વડોદરા

૧૬.૪ ડિગ્રી

સુરત

૨૦.૪ ડિગ્રી

રાજકોટ

૧૫.૫ ડિગ્રી

કેશોદ

૧૬.૬ ડિગ્રી

ભાવનગર

૧૯.૬ ડિગ્રી

પોરબંદર

૨૦.૫ ડિગ્રી

વેરાવળ

૨૧.૫ ડિગ્રી

દ્વારકા

૧૯.૪ ડિગ્રી

ઓખા

૨૧.૬ ડિગ્રી

ભુજ

૧૩.૮ ડિગ્રી

નલિયા

૮.૮ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૭.૦ ડિગ્રી

ન્યુ કંડલા

૧૬.૬ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.૪ ડિગ્રી

ગાંધીનગર

૧૫.૦ ડિગ્રી

મહુવા

૨૦.૫ ડિગ્રી

દિવ

૨૩.૦ ડિગ્રી

વલસાડ

૧૫.૬ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૬.૫ ડિગ્રી

(11:54 am IST)