Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ભુમાફીયા જયેશ પટેલ સામે આક્ષેપો કરનાર નિશા ગોંડલીયા ઉપર ખંભાળીયા નજીક ફાયરીંગ?

ખંભાળીયા , તા., ર૯: જામનગરના ભુમાફીયા જયેશ પટેલ સામે આક્ષેપો કરનાર નિશા ગોંડલીયા ઉપર ખંભાળીયા નજીક ફાયરીંગ થતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં જમીન કૌભાંડ આચરનાર જયેશ પટેલ સામે જુદા જુદા આક્ષેપો કરનાર નિશા ગોંડલીયા આજે ખંભાળીયા નજીક આરાધના ધામ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે તેના ઉપર કોઇએ ફાયરીંગ કરતા ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળીયા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

આ અંગે નિશા ગોંડલીયાએ જણાવ્યું હતું કે મારી ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું છે પરંતુ હું નીચી નમી જતા મારો બચાવ થયો છે.

ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળીયા સારવાર આપ્યા બાદ તેમને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે.

જો કે આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી.

(4:10 pm IST)