Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

દુબઇમાં કલાસિક કોન્સેપ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા ધ કોમેડી ફેકટરી કાર્યક્રમ

ગુજરાતી મહિલા ડાયરેકટર સોનલ રાવલ દ્વારા આયોજન

 આટકોટ, તા. ર૯ : ગુજરાતી આર્ટ ને પ્રમોટ કરનાર અને સાત સમંદર પાર એક અનોખુ ગુજરાત ઉભુ કરનાર અને સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરતી કલાસિક કોન્સેપ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા તા. ૧૩ ડિસેમ્બરનાં રોજ દૂબઇ નાં શેખ રાશિદ ઓડિટોરીયમ ખાતે નવાં પ્રયોગો કરનાર અને હમેશા ક્રિએટીવ કોમેડી મટિરીયલ જ પિરસનાર એકદમ ઇનોવેટિવ છ યુવાનો દ્વારા ચલાવાનાર ધ કોમેડી ફેકટરી નામનાં કાર્યક્રમનો શો યોજાનાર છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત માં જેનાં શોઝ યોજાય ગયાં છે એવાં સર્જનાત્મક હાસ્ય નાં આ કાર્યક્રમનો શો દૂબાઇ માં પ્રથમ વખત આયોજીત થઇ રહ્યો છે. જેમાં મનન દેશાઇ, ઓજસ રાવલ, ચિરાયુ મિસ્ત્રી, દિપ વૈધ્ય, આરિઝ સૈય્યદ અને ઓમ ભટ્ટ જેવાં નિવડેલ કલાકારો પર્ફોર્મ કરી રહ્યાં છે.

કલાસિક કોન્સેપ્ટ નાં ડાયરેકટર સોનલ રાવલ આ કાર્યક્રમને લઇ ને ઉત્સાહિત છે. આ કંપની દ્વારા ભૂતકાળમાં પણ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ, આંતરરાષ્ટ્રિય હોટ એર બલુન મહોત્સવ, દુબઇ સ્કી મહોત્સવ, અલ મરમુમ હેરિટેજ વિલેજ મહોત્સવ, અંતાક્ષરી - ધ મ્યુઝિકલ ચેલેંજ અને ગરબા રાસની રમઝટ નામનાં અતિભવ્ય કાર્યક્રમોનું આયોજન પણ કરી ચૂકયા છે. અને આ દરેક કાર્યક્રમો ની ભવ્ય સફળતા જેવી જ સફળતા આ કાર્યક્રમને મળે તેનાં માટે સોનલબેન રાવલ અને એમની ટીમ છેલ્લાં બે મહિનાથી જહેમત ઉઠાવી રહેલ છે.દૂનિયામાં એકમાત્ર ગુજરાતી પ્રજા જ એવી છે કે એ લોકો દૂનિયામાં જ્યાં પણ ગયાં ત્યાં એક નવું ગુજરાત ઉભુ કર્યુ. એટલે જ કદાચ ગુજરાતી એ મહાજાતી કહેવાઇ હશે. પોતાની દુરંદેશી અને ભવિષ્યમાં જોઇ શકવાની એક વિશીષ્ટ દ્રષ્ટિ તેમજ સાહસી જીવ હોવાને કારણે તેમણે સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા ક્ષેત્રે તો પોતાનું નામ રોશન કર્યુ જ છે. પણ હવે તો આર્ટ નાં ફિલ્ડમાં પણ ગુજરાતીઓ પાછળ નથી. એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ દૂબઇ સ્થિત આપણા જ એક ગુજરાતી  સોનલ રાવલ ની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે.

(3:36 pm IST)