Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબીથી ચોટીલા દર્શને આવ્યો, પાછા જવા ભાડાના પૈસા નહોતા એટલે રિક્ષા ચોરી !

ચોટીલા પોલીસે મેરૂ મકવાણાને રિક્ષા સાથે દબોચ્યો

ચોટીલા તા. ર૯ : ગત તા. ૪/૧૧નાં રોજ ચોટીલા મફતિયાપરા માંથી રાવળ ની રીક્ષા રાત્રીનાં કોઇ ચોરી કરી લઈ જતા રીક્ષા ચોરીનો ગુનો નોંધાયેલ હતો

આ ચોરીની રીક્ષા સાથે મોરબી થી બોટાદ જતા આરોપી મેરૂભાઇ બીજલભાઇ મકવાણા જાતે ત.કોળી ઉવ.૩૦ ધંધો મજુરી મુળ રહે.બોટાદ તુરખા રોડ શકિતપરા હાલ રહે.મોરબી કીટોન સ્ટાઇલના કારખાનામા વરમોરા કારખાનાની પાછળ વાળાને પેટ્રોલીંગમાં રહેલ ચોટીલા પોલીસનાં વિજયસિંહ તથા શેખાભાઇએ ચોરીની સી.એન.જી.રીક્ષા નં.GJÕ-13 VÕ-2750 વાળી સાથે પકડી પાડેલ

આરોપીની પુછપરછ કરતા તા.૦૪/૧૧/૧૯ના સાંજના ચોટીલા ચામુંડા માતાજીના દશૅન કરવા માટે આવેલ ત્યારે રાત્રીના સમયે મોરબી જવાના ભાડાના પૈસા નહી હોવાથી રીક્ષાની ચોરી કબુલાત કરતા તેની ધોરણસરની કાયૅવાહી કરેલ છે.

(1:12 pm IST)