Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ખંભાળિયા જીવીજે હાઇસ્કુલ પાસે ર કાર વચ્ચે અકસ્માતમાં ર બાળકોને ઇજા

ખંભાળિયા તા.ર૯ : શહેરના સ્ટેશન રોડ પર જીવીજે હાઇસ્કુલ નજીક ઇકો કાર જીજે ૧૦ બીઆર ૪૮૭૬ તથા જીજે૧૦બીજી ૭૧૭પની ઇકો કાર અથડાતા અંદર બેઠેલા મુસાફરો પૈકી બે બાળકીઓને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયારે અન્યોને સામાન્ય ઇજા થવા પામી હતી. અકસ્માતમાં થતા રસ્તા પરનો ટ્રાફિકજામ થયો હતો. જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

(1:10 pm IST)