Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જામનગરમાં સિંડિકેટ બેન્ક દ્વારા હોમલોન મેળો

જામનગર : સિડિકેટ બેંક જામનગર શાખા એક આવાસ ઋણ (હોમ લોન) મેળાનું આયોજન સાંજના પ થી ૭, કામદારવાડી, અંબર સિનેમા પાસે, જામનગર કરાયું છે. આ કાર્યક્રમમાં સિડિકેટ બેંક તરફથી મહાનુભાવ મહાપ્રબંધક જોનલ મેનેજર ડી. પલનીસામી, ઉપમહાપ્રબંધક રિજિનલ મેનેજર બી.એલ.મીણા એવં ઉપ મહાપ્રબંધક શ્રી રાજીવ શર્મા જૈન સમાજની તરફથી સકળજૈન સમાજના પ્રમુખ નિલેષભાઇ તોલીયા, વિજયભાઇ સંઘવી તથા વિજયભાઇ શેઠ હાજર રહયા હતા. આ લોન મેળાનું આયોજન સિડીકેટ બેંકની તરફથી વિશેષકર જૈન સમાજના ૧ર૭ લાભાર્થીઓને ર લાખની લોન આપી બધા લાભાર્થીઓને જાડા દ્વારા ઇડબલ્યુએસ કેટેગરી મે ૧ બીએચકે ફલેટ મોહનનગર, ગુલાબનગર એરિયા મંજુર કર્યા હતા. આ લોન મેળા જૈન સમાજના બધા ટ્રસ્ટી લાભાર્થી ઉપસ્થિત રહયા હતા. સંચાલન શોભનાબેન મહેતા અને આભાર જામનગર શાખાનું પ્રબંધક શ્રી ગિરીશ નિરંજનીએ વ્યકત કર્યો હતો. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદીયાણી - જામનગર)

(1:09 pm IST)