Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગીરગઢડા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને પેકેજ આપવા માંગણી

ઉના તા.૨૯ : ગીરગઢડા તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ગીરગઢડા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી તમામ ખેડૂતોને પેકેજ આપવા માંગણી ઉઠી છે. ગીર સોમનાથ જીલ્લાના ૩ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયા. ગીરગઢડા તાલુકો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ગીરગઢડા તાલુકાના નાના સમઢીયાળા ગામના ખેડૂત આગેવાન મગનભાઇ જીવરાજભાઇ ગજેરા તથા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ગીરગઢડા મામલતદાર કચેરીએ જઇ મુખ્યમંત્રી ગુજરાત રાજયને લખેલ આવેદનપત્ર મામલતદારને આપી માંગણી કરી છે કે ગુજરાત સરકારે ઘણા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને ૧ હેકટર દીઠ ૬૮૦૦ સહાય ચુકવવા જાહેર કરેલ છે. ગીરગઢડા તાલુકામાં પણ ૩૩ ટકાથી વધુ વરસાદ પડેલ હોય ગીરસોમનાથ જીલ્લાના ૩ તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરી પેકેજનો લાભ આપેલ છે. ગીરગઢડા તાલુકામાં પણ ૩૩ ટકાથી વધુ વરસાદ પડેલ હોય ખેડૂતોનો ચોમાસુ પાક સંપુર્ણ નિષ્ફળ ગયા છે. ગીરગઢડા તાલુકાને અતિવૃષ્ટિ અસરગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવવા માંગણી કરી છે. જો જાહેર નહી કરાય તોગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે.

(12:18 pm IST)