Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જસદણ વિછીયા પંથકના આરોગ્ય કર્મચારીઓને ન્યાય આપવા રજુઆત

ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખની આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત

જસદણ તા. ૨૯:જસદણ વિછીયા પંથકના આરોગ્ય કર્મચારીઓનેઙ્ગ ગ્રેડ ના સ્ટીકર નહીં મળવાને કારણેઙ્ગ મોટો અન્યાય થઈ રહ્યો હોવાની લેખિત રજૂઆતઙ્ગ ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખ ભૂપતભાઇ કેરાળીયાએ કરી છે .

ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખ ભૂપતભાઇ કેરાળીયાએ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ જિલ્લાવિકાસ અધિકારી આરોગ્ય કમિશનર સહિતનાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ

રાજકોટ જિલ્લા ના વિંછીયા-જસદણ તાલુકો નોકરિયાત માટે સજા તરીકે વર્ષોથી ઓળખાય છે. તેવા પછાત તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ સરકારના આદેશ મુજબ ગામડામાં જઈને આરોગ્ય કામગીરી કરતા હોય છે. એક ગામ થી બીજા ગામ સુધી વાહનો ન મળવા છતાં પણ સારી એવી આરોગ્યની કામગીરી કરીને સરકારને મદદ કરતા હોય છે. જસદણ-વીંછિયાના ૧૨ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા આરોગ્ય વિભાગ કે તાલુકા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારીના પાપે અથવા અધિકારીને લાંચ ન આપતા હોય તેના પાપે આરોગ્ય કર્મચારીને પાંચ થી સાત વર્ષથી ૨૪ના ગ્રેડના સ્ટીકર આપવામાં આવેલ નથી જેથી ૨૪નો ગ્રેડ ન મળતા ઉચ્ચતર પગારથી વંચિત રહેલ છે. આવા રાજકોટ જિલ્લામાં અન્ય તાલુકાના આરોગ્ય કર્મચારીઓને એક વર્ષમાં સ્ટીકર મળી જાય છે આ કોના પાપે એક જ જિલ્લામાં બે નિયમો ? જસદણ-વીંછિયાના આરોગ્ય કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે.આ બાબતે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અંગત માણસોને ૨૪ ના ગ્રેડના એક વર્ષમાં સ્ટીકર મળી ગયેલ છે. તેઓને ૨૪ ના ગ્રેડ અને ઉચ્ચત પગાર ધોરણ મળવા લાગેલ છે આવા જસદણ વિંછીયા જેવા પછાત તાલુકામાં નોકરી કરવા આવતા ન હોય તેવા વિસ્તારમાં નોકરી કરતા આરોગ્ય કર્મચારીઓને ૨૪ના ગ્રેડના સ્ટીકર કોના પાપે મળેલ નથી ? તેવા જિલ્લાના અથવા તાલુકાના વહીવટી વિભાગના કર્મચારીઓ સામે તપાસ કરીને શિક્ષાત્મક પગલાં ભરીને જસદણ-વિંછીયાના આરોગ્ય કર્મચારીઓને વહેલાસર ૨૪ના ગ્રેડના સ્ટીકર મળે તેવી વ્યવસ્થા કરવા અંતમાં ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિના પ્રમુખ ભુપતભાઈ કેરાળીયાએ રજૂઆત કરી છે.

(12:17 pm IST)