Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જસદણમાં પર્યાવરણની ઐસીતૈસી કચરો રસ્તા પર જ સળગાવાય છે !!

જસદણમાં વહેલી સવારે સફાઇ કામદારો રસ્તા પર જાહેરમાં જ કચરો વાળીને પર્યાવરણની જાણે ઠેકડી કેમ ન ઉડાડતા હોય તેવી પ્રતિતી શહેરીજનો કરી રહ્યા છે. તસ્વીરમાં દુકાન પાસે કચરો સળગતો નજરે પડે છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી)

જસદણ તા.૨૮ : જસદણમાં વહેલી સવારે સફાઇ કામદારો દ્વારા જે સફાઇ પછી કચરો એકત્રીત થાય છે તે નિયમ કરેલા સ્ટેન્ડને બદલે જાહેરમાં જ થોડા થોડા અંતરે બાળવામાં આવતા સવારે પર્યાવરણને નુકશાન થઇ રહ્યુ છે.

રાત્રીના વેપારીઓ પણ જાહેરમાં પોતાનો કચરો ઠાલવે છે. કેટલાય વેપારીઓ પણ પોતાની દુકાનોમાં કચરો એકત્ર કરતા નથી જે દુકાનોમાં કચરો થાય છે તે જાહેરમાં જ રોડ ફેકે છે.

શહેરમાં એક તો રોડની બંને બાજુ એક થી પાંચ ફુટના દબાણો બીજી બાજુ કચરો ફેકવો સળગાવવાની દરરોજની ઘટના ત્યારે આ મહત્વના પ્રશ્ને નગરપાલીકા ગાંધારીની ભૂમિકા ભજવે છે ત્યારે લોકોમાં નગરપાલીકા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

(12:16 pm IST)