Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પોરબંદર રોટરી કલબ દ્વારા ટીબીના જરૂરિયાતમંદ ૫૮ દર્દીઓેને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ

પોરબંદર,તા.૨૯:રોટરી કલબ ઓફ પોરબંદર અને જિલ્લા ક્ષય કેન્દ્રના સયુંકત 'અ-ક્ષય'પ્રોજેકટ અંતર્ગત  પોરબંદર જિલ્લાના લગભગ ૨૭૧ જેટલા ટી.બી.ના દર્દીઓ પૈકી અતિ જરૂરિયાતમંદ ૫૮ દર્દીઓને છઠ્ઠા તબક્કામાં પૌષ્ટિક આહારની ત્રી માસિકઙ્ગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગત જુલાઈ માસમાં પાંચમા ચરણમાં ૬૫ દર્દીઓને નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી 'અ-ક્ષય' કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ દોઢ વર્ષ દરિમયાન રોટરી કલબ ઓફ પોરબંદર દ્વારા રોટરી સભ્યોના મહત્ત્।મ આર્થીક યોગદાન અને અન્ય દાતાઓના અમૂલ્ય સહયોગથીઙ્ગ રૂ.૧૧, ૫૨૦૦૦.૦૦ની કિંમતની આજના છઠા ચરણ સુધીમાં ૫૫૨ અ-ક્ષય કીટનું વિતરણ કરી શકાયું.આ કીટથી ક્ષયના દર્દીઓને લાભ થયોછે અને દવા અને પૌષ્ટિક આહારથી સમય કરતાં દ્યણા વહેલા સ્વસ્થ થયાં. પોરબંદર જિલ્લામાં નોંધાયેલા ક્ષયના દર્દીઓ ૨૭૧ જેટલા છે.આ ૫૮ ર્દીઓને આ કીટ વિતરણ કરવાની હોય જેમાં પોરબંદર જિલ્લા જેટલા દર્દીઓને પોષણ યુકત આહાર કીટનું વિતરણ આજરોજ કરાયું હતું.

આ કાર્યક્રમની શરૂઆત કરતા હર્ષિતભાઈ રૂઘાણીએ પ્રાર્થના નું વાંચન અને કનુભાઈ ધોળકિયાએ રોટરીની ચાર મુદાની કસોટીનું વાંચન કર્યા બાદ રોટરીઙ્ગ પ્રમુખ રો.જીતેન ગાંધીએએ મહેમાનોનું શબ્દો થી સ્વાગત કર્યું હતું. રો. ડો જયદીપ લાખાણીએ આહારની ઉપિયોગીતા અને તેમાં રહેલા લાભાર્થી દર્દીઓ જલ્દીથી રોગ મુકતઙ્ગ થાય તે અંગે જણાવ્યુ હતુ.  પ્રોજેકટ ચેર.વિજય મજીઠીયાએ જણાવ્યું હતું કે રોટરીના માધ્યમથી અને રોટેરિયન સભ્યોનું મહત્ત્।મ યોગદાન અને રોટરી કલબ ઓફ પોરબંદરનો લાગણીથી જોડાયેલા આ પ્રોજેકટ દ્વારા આ દર્દીઓને એક વર્ષ માટે અ-ક્ષય કિતનું વિતરણ કરવાનું હતું પરંતુ દર્દીઓને પરિણામ મળતાં દાતાઓને પણ પ્રેરણા મળી અને આગળ પણ આ કીટ આપવા અનુદાન આપવા પ્રતિબદ્ઘતા દર્શાવતા આજના છઠ્ઠા ચરણની કીટ આપવી શકય બનીછે આગળ પણ વધુ દાતાઓ જોડાય અને વધુ અનુદાન મળી શકે તેવા પ્રયાસો કરીશું અને આગળ પણ આ સેવા યજ્ઞ ચાલુ રાખવાનો સંકલ્પ કરેલ હતો. મુખ્ય મહેમાન જિલ્લા એડિશનલ કલેકટર રાજેશભાઇ તન્નાએ  પ્રવચનમાં આ કાર્યને વધુ વેગવંતી બનાવવામાં આવે તેવું જણાવ્યું હતું નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી અરવિંદભાઈ રાજયગુરૂએ આ કાર્ય માટે આ સંકુલમાં કોઈ પણ જરૂરીયાતના સહયોગ માટે તત્પરતા દાખવી હતી જિલ્લા ક્ષય અધિકારી ડો.સીમાબેન પોપટીયા એ દર્દીઓને યોગ્ય રીતે દવા અને પોષણયુકત આહારના સેવનથી દર્દ મુકત થવા માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડો.સુરેશભાઈ ગાંધીએ દર્દીઓને માર્ગદર્શન આપ્યું અને સાથે રોટરી કલબ અને ટી.બી કેન્દ્રના આ કાર્યને બિરદાવ્યું હતુ.

આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ દિપકભાઇ ઉનડકટ, કરિયાણાં એસોસિએશનના પ્રમુખ શ્રી જયેશભાઇ પોપટ,યોગેશભાઈ પોપટ,અનિલભાઈ કારીયા,સાજણભાઈ,દિલીપભાઈ ગાજરા,મીનાબેન મજીઠીયા, પ્રાચી મજીઠીયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કીટની વ્યવસ્થા શ્રી નગીનભાઈ ખટાઉ તેમજ ભીખુભાઈ મદલાણી એ કરી આપી હતી.

કાર્યક્રમની સફળતા માટે કિટનાઙ્ગ દાતાઓનો આભાર તેમજ મહેમાનો અને લાભાર્થીઓ, વ્યવસ્થા માટે સર્વેનો ઋણ સ્વીકાર કલબ સેક્રેટરી રો. પ્રીતેશ લાખાણીએ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન રો.રોહિત લાખાણી અને જયેશ પતાણીએ તથા  કાર્યક્રમને સફળ બનાવવા જય કોટેચા,ડો નિશા માખેચા,બિન્દુબેન શાહ વિગેરે મિત્રોએ તેમજ જિલ્લા ટીબી કેન્દ્રના સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:12 pm IST)