Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પોરબંદર : મજાકમાં વોટ્સઅપમાં વાત કરવી ભારે પડી : આગોતરા જમીન લેવાયા

પોરબંદર તા ૨૯  : મજાક મજાકમાં વોટ્સઅપમાં વાત કરવી ભારે પડી હતી પોરબંદર કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરીને જામીન લેવા પડયા હતા.

થોડા દિવસો પહેલા અચાનક જ સીમાબેન નરેન્દ્ર ખેતરપાળ દ્વારા આપઘાત કરી લેતા તે બનાવ પોરબંદરમાં ચકચારી બનેલો હતો અને ગુજરનારના પતિએ એવા મતલબની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી હતી કે, તેના જ અંગત મીત્ર પીયુષ રામજીભાઇ દ્વારા તેમની પત્નિ નો મોબાઇલ હેક કરેલો હોય અને તેમની પત્નિ અન્ય પુરૂષ સાથે વોટ્સએપમાં વાતચીત કરતી હોય અને ફોટા મોકલતી હોય તેના અનુસંધાને પીયુષ રામજીભાઇ દ્વારા ગુજરનારને અન્ય પુરૂષ સાથે વાત ન કરવા અને  વાત કરશે તો તેના પતિને પોતે વાત કરી દેશે તેવી વાત કરતા અને તેથી ભગરાટમાંને ગભરાટમાં ગુજરનાર સીમાબેને આપઘાત કરી લેતા અને મૃત્યુબાદ ફરીયાદી નરેન્દ્રના મીત્ર પીયુષે જ તેને વાત કરતા અને તેના આધારે નરેન્દ્રએ પીયુષ સામે જ ફરિયાદ નોંધાવી દીધેલ હતી, ત્યારબાદ ફરીયાદમાં માત્ર વોટ્સએપમાં સામેની વ્યકિતના નંબર જણાવવામાં આવેલ હોય અને તેના આધારે તે મોબાઇલ ધારક અજયભાઇ ઓડેદરાએ આ ગુન્હામાં પોલીસ તેની ધરપકડ કરશે તેવું અનુમાન લગાવી તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફત આગોતરા જામીન અરજી કરતાં ડીસ્ટ્રીકટ જજ શ્રી રાજે દ્વારા શરતોને આધીન અરજદાર અરજણ ગીગાભાઇના આગોતરા જામીન મંજુર કેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ દિપકભાઇ લાખાણી, જીતેન સોનીગ્રા તથા અનિલ સુરાણી તેમજ જયેશ બારોટ તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

(12:12 pm IST)