Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પોરબંદરમાં બંધ કારખાનાના કામદારોને બાકી હક્ક હિસ્સા ચુકવવા જી.જે.પી. ની માંગણી

પોરબંદર તા ૨૯  :  બંધ કારખાનાના કામદારોને હક્ક હિસ્સા તથા પેન્શન વધારો આપવાની માગણી જી.જે.પી. ગુજરાત જનચેતના પાર્ટીના પ્રમુખ અરવિંદભાઇ જોષીએ કરી છે અને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીને કરી આવેદન પત્ર મોકલી રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવેલ છે કે,  રાજયના તમામ નિવૃત કામદારો કે જે ફેમિલી ફંડ એ.પી.એફ ના સભ્યો છે તે તમામ કામદારો હાલમાં રૂા પ૦૦/૧૦૦૦/થી ૧૨૦૦ રૂપિયા જ પેન્શન મળે છે. ફેમિલી પેન્શન જયારથી લાગુ પડયું એટલે કે ૧૬ નવેમ્બર ૧૯૯૫માં પેન્શન જે નક્કી કરવામાં આવે તેજ પેન્શન હાલમાં દરેક નિવૃત કામદારને મળે છે. આ અંગે અગાઉ પણ રજુઆત કરવામાં આવેલ છે, પણ કોઇ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવેલ નથી. આ વાત ને  સરકારશ્રીને પણ કરવામાં આવે છે કે, નિવૃત કામદારોનું પેનશન તથા મોંઘવારી વધારા અંગે દિવસ ૧૫માં જવાબ આપવામાં નહીં આવે તો પોરબંદર ગુજરાત જનચેતના પાર્ટીના પ્રમુખની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલન સુદામા ચોકમાં કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે.

(12:11 pm IST)