Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ભાવનગરના તળાજાનું સ્મશાન શાસ્ત્રોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ

દક્ષિણમાં બે નદીઓનો સંગમ પુરાતન પાંચ શિવલિંગ, પંચમુખી હનુમાનજી બિરાજે છે : ભરવાડ સમાજના કુંભાઆપા જેને ધાબળા પર બેસી નદી પાર કરેલ તેની સમાધી પણ છે

 ભાવનગર તા.૨૯ : તળાજા જેમજેમ વધતું ગયુ તેમ તેમ સ્મશાનની જગ્યા બદલાતી ગઈ.આજે જે જગ્યાએ સ્મશાનછે તે ધર્મ નિષ્ણાંતો ના મતેશાસ્ત્ર ની દ્રષ્ટિએ શ્રેષ્ઠછે.અહીં ના વિકાસ અને મૃતાત્માઓ માટે આગામી સમયમાં મહાકાલ એટલેકે શિવ કથાનું આયોજન કરવામાં આવેલ છે.

મોક્ષધામનીંજગ્યાનું નું વિશેષ મહત્વ રહેલું છે.ઙ્ગ તળાજા ન.પા.ના કર્મચારી લાલભાઈ સરવૈયા ના જણાવ્યુંઙ્ગ પ્રમાણે તળાજા નગર સદીઓ જૂનું છે.ભૂતકાળમાં સ્મશાન હાલના દેવડી ચોક આસપાસ હતું.

વર્તમાન સમયે જે સ્મશાન ભૂમિ છે તે અહીં ધાર્મિક વિધિ માટે આવતા વ્યકિત ઓના જણાવ્યા પ્રમાણે શ્રેષ્ઠ છે.દક્ષિણ દિશાએ તળાજી અને શેત્રુંજી નદી છે બન્ને નું સંગમ સ્થળ અહીંજ છે. બ્રહ્મહ સમાજમાં કોઈનું નિધન થાય ત્યારે ટાઢી પૂજવાની જે વિધિ કરવામાં આવે છે.તેના અસ્થિ અને પાણી સીધુંજ નદીમાં ભળે છે.એ દરિયાદેવ સુધી પહોંચેછે.

એ ઉપરાંત અહીં બે શિવાલય આવેલા છે.પાંચ શિવલિંગ હોય અહીંની જગ્યાને પંચનાથ તરીકે ઓળખવામાં આવે છે. બે શિવાલય માંથી સિદ્ઘનાથ મંદિર માં અલોકીક સિદ્ઘિ મેળવવા વર્ષોથી શિવ ભકતો આવેછે.જે વર્તમાન સમયે પણ ચાલુ છે. તેમ અહીંના પૂજારી અપ્પલગિરી ગૌસ્વામી એ જણાવ્યું હતું.ઙ્ગ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા સમયે શિવલિંગ સાતેક ફૂટ થી પણ વધુ અંદર હોવાનો અનુભવ થયો હોવાનંુ લાલભાઈ સરવૈયા એ જણાવ્યું હતું.

દક્ષિણી નદી,શિવાલય ઉપરાંત અહીં પંચમુખી હનુમાનજી છે.જે ભાગ્યેજ જોવા મળે છે.આ.પંચમુખી હનુમાનજી ની અહીં હયાતી અને તેનંુ મહત્વ ગુજરાત સરકાર ના પુસ્તક ગુજરાત મૂર્તિ વિધાન માં વાંચવા મળેછે.અહીંની લાયબ્રેરીમાં હયાત છે.શિવ અને તેના અંશ હનુમાનજી સાથે શિવના ગણ કાલભેરવ ની પણ અહીં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.સાથે અહીં માં મેલડી નું સ્થાનક છે.

અહીં કુંભાઆપાનું સમાધિ સ્થળ છે. કુંભાઆપા ભરવાડ સમાજના છે.તેઓ ભગવાન ના પરમ ભકત હતા. ભગત તરીકે તેઓ ઓળખાતા હતા.શેત્રુંજી નદીમાં આવેલ પુર ને લઈ પુર ઓસરે પછી તળાજા તરફ જઈ શકાય તેમ હોય લોકો શેત્રુંજી ને પેલેપાર ઉભા હતા.તેમાં કુંભાઆપા પણ હતા.તે સમયે નદી ઓળગવાની માટે કુંભાઆપા ની ભગત ના નામે મશ્કરી કરવામાં આવી.જેને લઈ ધાબળો પાથરી કુંભાઆપા એ દ્યોડાપૂરમાં લોકોને બેસાડી નદી પાર કરાવી. એ સમયે ભકિત ના પારખાં થયા.આથી એજ સમયે કુંભાઆપા એ અહીં સમાધિ લીધી.જયાં આજે પણ તળાજા ઉપરાંત ભાવનગર કે અન્ય પ્રાંતમાં વસવાટ કરતા મેવાડા પરિવાર ખીરની પ્રસાદ ધરવા આવે છે.

આ જગ્યા ને વિશાલ બનાવવા,વધુ વિકાસ કરવા માટે,તથા અહીં તમામ સમાજના મૃતાત્માઓ માટે આગામી સમયમાં ક્ષિપ્રાગિરીબાપુ ના વ્યાસા સ્થાને સ્મશાનના દેવ એવા શિવજીની કથાનું આયોજન કરવામાં આવનાર છે.

(12:10 pm IST)