Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઓખાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો અંગે સુરજકરાડી ગ્રેન મરચન્ટ એશો. દ્વારા રજૂઆત

સૌરાષ્ટ્રમેલમાં કોચ વધારવા, હાપા બીલાસપુરને ઓખાથી ચાલુ કરવા માંગણી

ઓખાના રેલ્વેને લગતા પ્રશ્નો અંગે તાજેતરમાં ઓખા ગ્રેન મરચન્ટ એશો દ્વારા ઓખાના રેલ્વે સ્ટેશન મેનેજર મનોજ કુમાર ઝાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

 ઓખા તા.૨૯ : ઓખા રેલ્વે સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગઇકાલે પેસેન્જર એશો. તથા સુરજ કરાડી ગ્રેન મરચન્ટ એશો.ના પ્રમુખ મનસુખભાઇ બારાઇ તથા ઓખા શહેર ભાજપ મહામંત્રી કિર્તીરાજસિંહ રાઠોડે, તેમની ટીમ સાથે રેલ્વે સ્ટેશન મેનેજર મનોજકુમાર ઝા તથા સાંસદ પુનમબેન માડમ સાથે રેલ્વે ઉચ્ચ અધિકારીઓને લેખીત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.

જેમાં ઓખાથી ઉપડતો સૌરાષ્ટ્રમેલમાં જનરલ કોચ વધારવા આ ટ્રેનમાં એક જ જનરલ કોચ રહેતા આમ જનતાને પારાવાર મુશ્કેલી પડે છે તેમજ હાપા બિલાસપુરનો રેેક ઓખાથી હાપા ૩૫૦ કીમી ખાલી બંને સમયે આવન જાવન કરે છે તેને ઓખાથી શરૂ કરવા પણ માંગણી કરી હતી.

આ ઉપરાંત ઓખા દહેરાદુન ટ્રેન દહેરાદુન લાઇનના કામ માટે થઇને બે માસ માટે બંધ કરી દીધી છે તે ટ્રેનને ઓખા હરિદ્વાર સુધી ચાલુ રાખવા તેમજ ઓખા વિરમગામ ટ્રેન છેલ્લા છ માસથી રેલ કામકાજના કારણે બંધ હતી તે દ્વારકા સુધી ચાલુ કરેલ છે. તેને પણ ઓખાથી ચાલુ કરવા રજૂઆત કરી હતી.

આ લેખીતપત્રો રેલ્વેના ઉચ્ચ અધિકારી સાથે સાંસદ પુનમબેન માડમને પણ મોકલાયા હતા આ પ્રસંગે ઓખા સમસ્ત ખારવા સમાજના પ્રમુખ મુકેશભાઇ પાંજરી નાગરીક સમિતિના દિપકભાઇ રવાણી, રમેશભાઇ મજીઠીયા તથા હરેશભાઇ ગોકાણી હાજર રહ્યા હતા.

(12:08 pm IST)