Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

માળિયા તાલુકાના ત્રણ ગામના રસ્તા પર ડામર કામ કરવા માંગણી

મોરબી,તા.૨૯:માળિયા તાલુકાના માણાબા, સુલ્તાનપુર અને ચીખલીનો ડામર રોડ ચોમાસામાં તૂટી ગયેલ હોય જેથી ગ્રામજનોની હાલાકીને ધ્યાને લઈને ગ્રામ પંચાયતે આ મામલે જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે

સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચે જીલ્લા પંચાયત મોરબીના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવી જણાવ્યું છે કે માણાબા, સુલ્તાનપુર અને ચીખલી ડામર રોડ અતિ વરસાદને કારણે તૂટી ગયેલ છે અને રોડ પર અતિ બાવળ પણ હોય જેથી ડામર રોડ તાકીદે રીપેર કરાવવો જરૂરી છે તૂટેલા રોડને પગલે અકસ્માતોનો ભય સતાવે છે તે ઉપરાંત સુલ્તનાપુર ગામથી જુદા પડેલા વિશાલનગર ગામમાં આજદિન સુધી ડામર રોડ બનેલ નથી જેથી આ મામલે યોગ્ય કરવા માંગ કરી છે.

(12:04 pm IST)