Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સામાજિક ક્રાંતિનાં પિતામહ જયોતિબા ફુલેની પુણ્યતિથિ

બોટાદ,તા.૨૯: ૨૮ નવેમ્બર ઓટલે ભારતમાં સંપૂર્ણ સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જયોતિબા ફુલેની પુણ્યતિથિ.

મહાત્મા ફુલેનો જન્મ મહારાષ્ટ્રના કતગામમાં ૧૧ અપ્રિલ ૧૮૨૭માં થયો હતો. તેમનું પુરૂ નામ જયોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું. માતાનું નામ ચિરનાબાઇ હતું. તેઓ માળી જ્ઞાતિમાં જન્મયા હતા.

તેમણે જાતિ, ધર્મ કે લિંગના ભેદથી પર ઉઠીને સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના સિધ્ધાંતો ઉપર ઇન્સાનના ગૌરવને ઉપર ઉઠાવવા 'સત્ય શોધક સમાજ'ના માધ્યમથી દિનરાત મહેનત કરેલ. ભારતમાં સદીઓથી પછાત રહેલા દલિતો, શોષિતો અને પિડિતોને તેમના માનવ અધિકારો સાથે સ્થાપિત હિતો અને ગેરમારગે દોરાયેલાએ ઘણી વાર હુમલા કર્યા હતા. તેઓ ડગયા નહોતા.

જોતિબા ફૂલે અને તેમના પત્નિ સાવિત્રીબાઇ ફુલેએ ભારતમાં સામાજિક ક્રાંતિ માટે કલ્પનીય પ્રયાસો કરેલા આવા મહામાનવનું અવસાન ૨૮ નવેમ્બર ૧૮૯૦માં થયેલ તેમની ૧૩૦મી પૂર્ણયતિથિએ કોટિ કોટિ વંદન.

-સંકલન-

રત્નાકર નાંગર

બોટાદ

(11:55 am IST)