Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબીમાં ૧૦ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી આધેડ મનોજભાઇ મિંયાત્રાને ધમકી આપી

 મોરબી, તા. ર૯ : મોરબીમાં આધેડએ અલગ અલગ ૧૦ જેટલા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે બાદમાં આધેડ ભરી શકે તેમ ન હોય જેથી વ્યાજખોરોએ પઠાણી ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે

મોરબીના રવાપર રોડ પર સરદાર સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ કરમણભાઈ મિયાત્રાએ પોતાના ધંધા માટે મેણંદભાઈ ઉર્ફે જમાદાર, રાજુભાઈ લખુભાઈ ડાંગર, વિક્રમભાઈ રાયધનભાઈ બોરીચા, રમેશભાઈ બોરીચા, અર્જુનસિંહ ઉર્ફે ભાણુંભા સહદેવસિંહ ઝાલા, હેમુભાઈ કાનજીભાઈ જીલારીયમ રામભાઈ મોતીભાઈ બોરીચા, હીરાભાઈ ઉર્ફે બાધુભાઈ રબારી, ગોવિંદભાઈ ચાવડા અને રાજુભાઈ વ્યાસ પાસેથી અલગ અલગ તારીખે સમયે અલગ અલગ રકમ વ્યાજે લીધેલ હોય જે ફરિયાદી મનોજભાઈ મિયાત્રા આર્થિક ભીંસના કારણે સમય મર્યાદામાં નહિ ચકવી નહિ શકતા તેમજ આરોપીઓએ વ્યાજે રૂપિયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં ફરિયાદી મનોજભાઈ મિયાત્રાને વ્યાજે રૂપિયા આપી તેની પઠાણી ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ મિયાત્રાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.

(11:51 am IST)