Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આદિત્યાણામાં અગાસી ઉપર રમત રમતા વીજ વાયરને અડી જતા બાળાને શોર્ટ લાગ્યો : સારવારમાં

અગાસી નજીક ૧૧ કેવી વીજ લાઇન બદલાવા માટે અનેક વખત રજુઆતો છતાં ધ્યાન અપાતું નથી

આદિત્યાણા, તા. ર૯ :  અગાસી ઉપર રમતા રમતા મનિષા રામભાઇ મોરી નામની બાળા અગાસી નજીક પસાર થતી ૧૧ કેવી વીજ લાઇને અડી જતા શોર્ટ લાગતા તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે.

બાળાને શોર્ટ લાગતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. અને આજે સવારે હોસ્પિટલે ડોકટરોએ બાળાની તબીયત સુધારા ઉપર અને ભયમુકત હોવાનું જણાવેલ છે.

અગાસી નજીક જોખમરૂપ ૧૧ કેવી હેવી વીજલાઇન બદલવા લતાવાસીઓએ અવાર-નવાર વીજ તંત્રને રજુઆતો કરી છે. છતાં ધ્યાન અપાતું નથી. આ વીજ લાઇન કોઇને ભોગ લ્યે તે પહેલા બદલવામાં વીજ તંત્ર સજાગ બને તેવી માંગણી ઉઠી છે.

(11:51 am IST)