Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ધોરાજીમાં ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનનું સૌરાષ્ટ્રની જમાતોનું અધિવેશન

ધોરાજી તા. ર૯: રવિવારના એમ.એમ. સ્કૂલના ગ્રાઉન્ડમાં અંન્જુમને ઇસ્લામ મેમણ મોટી જમાત તથા પોઠીયાવાલા મેમણ જમાત દ્વારા આયોજીત સમગ્ર સૌરાષ્ટ્રની મેમણ જમાતોનું અધિવેશન ઓલ ઇન્ડીયા મેમણ માત ફેડરેશન (AIMJF) ના પ્રમુખ જ. ઇકબાલ મેમન ઓફીસરના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ છે. જેમાં AIMJF ના હોદેદારો તથા સમગ્ર દેશના મેમણ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ તેમજ AIMJF ના યુથ વીંગના હોદેદારો હાજર રહેશે.

આ અધિવેશન સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર સૌરાષ્ટ્રની ૧૦૦ જેટલી મેમણ જમાતોના પ્રમુખ/સેક્રેટરી તથા હોદેદારો હાર રહી વિચાર પરામર્શ કરીને સમાજના કુ-રિવાજો, સેવાકીય પ્રવૃતિઓ, હાઉસીંગ હેલ્પ/સહાય તથા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટેના અગત્યના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી, નકકર નિર્ણયો લેશે.

સમગ્ર કાર્યક્રમમાં (AIMJF) ના અન્ય હોદેદારો સેક્રેટરી હાજી અઝીઝભાઇ મચ્છીવાલા, શાકીરભાઇ બાટલીવાલા, પ્રોફેસર સજજાદમેમન, ફિરોઝભાઇ લાકડીવાલા તથા (AIMJF) યુથ વીંગના ઇન્ડીયા લેવલના ચેરમેન ઇમરાનભાઇ ફ્રુટવાલા સૌરાષ્ટ્રના યાસીનભાઇ ડેડા વિ. ઉપસ્થિત રહેશે.

સમગ્ર આ સૌરાષ્ટ્રની જમાતના કન્વેન્સન (અધિવેશન) ને સફ બનાવવા માટે બન્ને જમાતોના પ્રમુખો અફરોઝભાઇ લકકડકુટ્ટા, ઇમત્યાઝભાઇ પોઠીયાવાલા, અન્ય હોદેદારો હમીદભાઇ ગોડીલ, અઝીમભાઇ છાપાવાલા, પ્રોગ્રામ કમીટીના ચેરમેન ઇમત્યાજભાઇ સુપેડીવાલા (સપના) બાશીદભાઇ પાનવાલા, ઇકરામભાઇ વાઘરીયા, AIMJF ના સૌરાબટ્ર-૬ના ઝોનલ સેક્રેટરી ફૈયાઝભાઇ બસમતવાલા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:50 am IST)