Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

માળીયામિંયાણા પાસે ટાયર ફાટતા ડમ્પર પાછળ એસ.ટી. બસ ઘુસી ગઇ : ૯ ને ઇજા

મોરબી, તા. ર૯ :  માળિયા મિંયાણા હાઇવે પર ડમ્પરનુંટાર ફાટતા એસટી બસ ડમ્પર પાછળ ઘુસી જતા એસટીના ડ્રાઇવર સહિત ૯ લોકોને ઇજા થઇ હતી.

મળતી વિગત મુજબ વલસાડ ભુજ એસટી બસ જીજે ૧૮ ઝેડ ૩૧૩૪ મોડીરાત્રીના માળિયા હાઈવે પરથી પસાર થતી હોય દરમિયાન આગળ હતા ડમ્પર ઈજે ૧૮ એવી ૫૯૧૫ જતું હોય ત્યારે દેવ સોલ્ટ નજીક ડમ્પરનું અચાનક ટાયર ફાટયુ  હોય અને ડમ્પર ચાલકે બ્રેક મારતા પાછળ આવતી એસટી બસ ડમ્પરના પાછળના ભાગે ઘુસી ગઈ હતી જો કે ડ્રાઈવરની સમયસુચકાના કારણે મોટો અકસ્માત થતો બંચ્યો હતો અને આ અકસ્માતમાં ૯ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતની જાણ થતા માળિયા પોલીસ મથકના જે.ડી.ઝાલા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડીને બનાવ અંગે નોંધ કરી છે.

(11:48 am IST)