Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ડુમીયાણીમાં રવિવારે બળવંત મણવરની ૭૫ વર્ષની જીવનયાત્રાનો અમૃત મહોત્સવ

ગોંડલ સ્ટેટના જયોતીમય સિંહજી કુમાર સાથે અનેક રાજકીય,સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશેઃ પરિશ્રમનો વિરડો પુસ્તક વિમોચન ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારંભ અને રાત્રીના લોકડાયરાનું આયોજન

 ધોરાજી,તા.૨૯: પિપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમઙ્ગ ડુમીયાણી ના સ્થાપક બળવંતભાઈ મણવર (પૂર્વ શિક્ષણ મંત્રી) જેઓનો ૭૫ વર્ષની જીવનયાત્રાની ઝાંખી સ્વરૂપે રવિવારના રોજ સવારે ૯ કલાકથી મોડી રાત્રી સુધી અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે

અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતી ભૂમિ આશ્રમ ના પ્રણેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી બળવંતભાઈ મણવરનો ૭૫ મી જીવન યાત્રાઙ્ગ પ્રસંગે વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવેલ છે આ પ્રસંગે પરિશ્રમનો વિરડો જે બળવંતભાઈ મણવર ના સામાજિક અને રાજકીય શૈક્ષણિક કાર્યને ઉજાગર કરતો ગ્રંથનું વિમોચન ગોંડલ સ્ટેટના જયોતિ મયઙ્ગકુમારના હસ્તે કરવામાં આવશે મહેમાનો નું સન્માન સમારંભ બપોરે ૩ૅં૦૦ કલાકે યોજાશે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તેમજ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાશે

આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે વિશ્વ ઉમિયા પાટીદાર પરિવાર અમદાવાદના પ્રમુખસી કે પટેલ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશભાઇ પટેલ ઉમિયા માતાજી મંદિર ઊંઝા ના પ્રમુખ મણીભાઈ પટેલ ઉમિયા માતાજી મંદિર શિક્ષણના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ ઓરેવા ગ્રુપ મોરબીના જયસુખભાઇ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી તેમજ સંસદ સભ્ય રમેશભાઈ ધડુક ધારાસભ્ય વિક્રમભાઈ માડમ લલીતભાઈ વસોયા ભીખાભાઈ જોશી બ્રિજેશભાઈ મેરજા ઋત્વિક ભાઈ મકવાણા મહેશભાઈ પટેલ જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વમંત્રી ડોકટર રમણભાઈ વારોતરીયા પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા હરિભાઇ પટેલ અમરશીભાઈ ચૌધરી ડો અલકાબેન ક્ષત્રિય પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા નંદ કિશોર ભાઈ દવે ઠાકરશીભાઈ મેતલીયા ભીખાભાઈ બામણીયા ઇન્દ્રનીલ રાજયગુરુ વિગેરે મહાનુભાવો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો મગનભાઈ ચાવ્યા ગોપાલભાઈ ઝાલાવડીયા રણુભા જાડેજા ડો પ્રવીણભાઈ ભેડા વનરાજ સિહ રાયજાદા દેવજીભાઇ ઝાટકીયા અમિતભાઈ શેઠ ગુણવંતભાઈ રણુજા નિલેશભાઈ ધુલેશિયા વાસુદેવ ભાઈ પટેલ કમલભાઈ ધામી વીગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશેઙ્ગ

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રિના ૧૦ કલાકે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું છે આ લોકડાયરામાં સુપ્રસીદ્ઘ લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી ડાઙ્ખ રણજીતભાઈ વાંક જાગૃતિબેન ગોહિલ નિશાંત કુમાર સોલંકી વિગેરે કલાકારો રમઝટ બોલાવશે

અમૃત મહોત્સવની સફળ બનાવવા માટે વ્રજભૂમિ આશ્રમના ટ્રસ્ટી મંડળ સવિતાબેન મણવર ઉર્વશીબેન ખાનપરા શામજીભાઈ જાણે પાર્થ કુમાર માનવર ઝાંસી બેતાલીયા સુનિલ કુમાર પટેલ દીપકકુમાર ફળદુ ટ્રસ્ટીગણ તથા સ્ટાફ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:47 am IST)