Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કચ્છમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત ચાદરનાં ટુકડા દિવાલ સાથે બાંધી ગળેફાંસો ખાદ્યો ; ચકચાર

આડેસર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી [પર મારામારીના ગુન્હાના રિમાન્ડ પરના આરોપીએ આપઘાત કર્યો

કચ્છમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપી આપઘાત કર્યો છે કચ્છનાં આડેસર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર રહેલા આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે  આપઘાત કરી લેનાર આરોપી પર પોલીસ કર્મીઓ સાથે મારામારીનો ગુના હોઇ અને તે રિમાન્ડમાં હોય અને પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આપઘાત કરી લીધો છે આરોપી દ્વારા લોકઅપમાં ચાદરનાં ટુકડા દિવાલ સાથે બાંધી ગળેફાંસો ખાઇ લેવામાં આવ્યો છે.

પોલીસ કર્મી સાથે મારા મારીના આરોપી દ્વારા રિમાન્ડ દરમિયાન પોલીસ લોકઅપમાં આપઘાત કરી લેવામાં આવતા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે

(1:10 am IST)