Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઘણા સમય પછી આકાશમાં ગુરુ અને ચંદ્રની યુતિનો નઝારો જોવા મળ્યો

ભુજ,તા.૨૯: આજે માગસર મહિનાની બીજ હોવાથી ચંદ્ર દર્શન કરનારાઓના સાક્ષી બન્યા હતા. ચંદ્રની નીચે નાનો આભલા જેવા લટકતા ગુરુના ગ્રહ ને જોઇ આ કયો તારો કે ગ્રહ છે તેની પુછપરછના ફોન શરૂ થઈ ગયા હતા. તો હાથ વગા મોબાઇલ થી ફોટોગ્રાફી પણ થવા માંડી હતી,

જયોતિષીઓના મતે ચંદ્ર ગુરુ યુતિ ગજકેશરી યોગનું સર્જન કરતો હતો તો ખગોળવિદો માટે ગુરુ ચંદ્ર, શુક્ર અને શનિનો નઝારો દર્શનિય રહ્યો હતો.

ગુરુ ચંદ્રની પાછળ છુપાઈ ગયો હતો પરંતુ આ પિધાન યુતિ સુર્ય ની હાજરીમાં હોઇ જોવા મળી ન હતી. સૂર્યાસ્ત બાદ અજવાળામાં પણ ટેલિસ્કોપથી ચંદ્રથી દુર જતા ગુરુ ને જોઇ શકાયો હતો. ધીમે ધીમે ગુરુ અને ચંદ્રનું અંતર વધી ગયુ હતુ. કચ્છના સફેદ રણ મા ટેન્ટ સીટી ખાતે સ્ટાર ગેઝીંગ ઈન્ડિયા દ્વારા આકાશ દર્શનની વ્યવસ્થા ગોઠવવામા આવેલ હોઇ ત્યાં આવેલા પ્રવાસીઓને કચ્છના ખગોળ વિદ્ નરેન્દ્ર ગોર દ્વારા વિગતવાર સમજણ સાથે ટેલિસ્કોપ દ્વારા આ નઝારો બતાવવામા આવ્યો હતો.(૨૨.૭)

(11:36 am IST)