Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાવરકુંડલા પોલીસ મથક પર એસીબી ત્રાટકતા નાશભાગ મચીઃ ૭પ હજારની લાંચની રકમના પુરાવાનો નાશ કરવા ઝાડી-જાખરામાં આરોપી નાસી રકમ ફેકી દીધી : આખી રાત શોધખોળ બાદ હેડ કોન્‍સ. અરવિંદભાઇ પરાડવા સકંજામા : ઇન્‍ચાર્જ પી.આઇ.ચાવડા તથા એએસઆઇ નરેન્‍દ્રસિંહ ગોહીલને પકડવા ભારે દોડધામ

રાજકોટઃ  પોલીસ તંત્ર પર જાણે પનોતી સવાર થઇ હોય તેમ છેલ્લા ઘણા સમય થયા એસીબીના છટકામાં પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફ મોટા પ્રમાણમાં ઝડપાઇ રહ્યો છે, ત્‍યારે એસીબીના છટકામાં સાવરકુંડલા પોલીસ સ્‍ટાફ ઝડપાયાની  અને રેડ સમયે એસીબી સ્‍ટાફને જોઇ લાંચની રકમ ફેકી પુરાવાનો નાશ કરવા માટે મચેલી  ભાગદોડને કારણે રસપ્રદ દશ્‍યો સર્જાયા હતા.

એસીબી સુત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ પ્રદિપભાઇ મનસુખભાઇ વાળા નામના ફરીયાદીએ (સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગર) વાળાએ  ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સાડા દશ વાગે ઝેરી દવા પી લેતા સારવારમાં દાખલ કરવામાં આવેલ આ કામે પ્રથમ સાવરકુંડલા પોલીસ મથકમાં જાણવા જોગ એન્‍ટ્રી ૧૧/ર૦૧૮ તા.ર૦/૧૧/ર૦૧૮ કલાક ૧૯.૦૦ થી  દાખલ થયેલ.

આ કામે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન હસ્‍તકના બીટ જમાદાર નરેન્‍દ્રસિંહ ગોહીલ  (જે પકડવાના બાકી છે) તેઓએ  સાવરકુંડલા પો.સ્‍ટે.ના પીએસઆઇ તથા ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. પી.બી.ચાવડાના નામે ફરીયાદીના મામાનુ નામ નહી ખોલાવવા માટે પ્રથમ રૂા.૧પ હજારની લાંચની માગણી કરેલ, ત્‍યારબાદ હેડ કોન્‍સ. અરવિંદભાઇ પરડવા, પીએસઆઇ ચાવડા તથા નરેન્‍દ્રસિંહ ગોહીલે ફરીયાદીને પોલીસ મથકે બોલાવી એવી મતલબનું જણાવ્‍યું હતુ કે આ કામમાં ગુનો દાખલ કરવાનો  થાય છે જેથી ફરીયાદીના મામાનું નામ  ન ખોલાવવા માટે પીએસઆઇ ચાવડા વતી અરવિંદભાઇ પરાડવા તથા નરેન્‍દ્રસીંહ ગોહીલે ૮૦ હજાર ની રકમ માગ્‍યાના આરોપની ફરીયાદ બોટાદ એસીબી પોલીસ મથકને આપી હતી. ફરીયાદીની આજીજી ને કારણે ત્રણેય આરોપીએ પ હજાર ઓછા લેવાનું સ્‍વીકારી ૭પ હજાર સ્‍વીકાર્યા હતા.

દરમિયાન ત્રણે આરોપી એસીબી ટીમને જોઇ જતા રેલવે ટ્રેક તરફ ઝાડી-જાખરામા ભાગી જઇ લાંચની રકમના પુરાવાનો  નાશ કરવાના આરોપસર ત્રણે સામે ગુન્‍હો નોંધાયેલ છે. નાસી છુટેલા હેડ કોન્‍સ. અરવિંદભાઇ પરાડવાની આખી રાત પોલીસે શોધ કરી તેને ઝડપી લીધો હતો બીજા બે આરોપીઓ હજુ ેએસીબીના હાથમા આવ્‍યા નથી. સમગ્ર કાર્યવાહી એસીબી જુનાગઢ એકમના મદદનીશ નિયામક  ડી.ડી. ચાવડાના માર્ગદર્શનમા બોટાદના એસીબી  પોલીસ સ્‍ટેશન ટ્રેપીંગ ઓફીસર બી.પી. ગાધેરના માર્ગદર્શનમા થઇ હતી.

(8:37 pm IST)