Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જામકંડોરણા પંથકના દલિત યુવાન જયેશ પરમારને નવજીવન મળ્યું: બંધ પડયા બાદ હૃદય પુનઃ ધબકતુ થઇ ગયું

ડો. અમિત હપાણીની પ્રગતિ હોસ્પિટલના તબીબોની મહેનત અને કુદરતનો કરીશ્મા... :સાત સાત વખત હૃદય ગતિ ચૂકતાં જીવલેણ સ્થિતિને તબીબોએ મહાત કરતાં ગરીબ પરિવારનો આઘાર ટકી ગયો

રાજકોટઃ ડેન્ગ્યુ અને એ.આર. ડી.એસ.જેવી ગંભીર બિમારી સાથે બેભાન હાલતમાં હોસ્પિટલે પહોંચેલ યુવાન દર્દીનું હૃદય બંધ થઇ ગયું પણ અનુભવી તબીબોની તાત્કાલીક સારવારના કારણે યુવાનનું હૃદય ફરી ધબકતું થયું અને કુદરતનો ચમત્કાર થયો હોય એમ પાંચ દિવસની સારવારમાં સાત વખત પોલીમોફિંક વી.ટી.એને ટોર્સાડીસ (હૃદયની એવી ગંભીર સ્થિતિ કે  સેકન્ડમાં સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થઇ શકે) થયું અને હૃદય ફરી ધબકતું થયું ત્યારે તબીબો અને ુવાનના પરીવારજનોમાં રાહતની લાગણી જન્મી છે. ગરીબ પરીવારનો આધારસ્તંભ બચી જતાં તબીબોએ પણ સંતોષનો શ્વાસ લીધો છે. પ્રગતિ હોસ્પિટલના જાણીતા ફિઝીશ્યન ડો.અમીત હપાણી, ઇન્ટેસ્ટીવીસ્ટ ડો. અંકુર સિણોજીયા તથા તેમની ટીમના અથાક પ્રયાસો પર કુદરતની મહેરબાની થતા ગરીબ પરિવારના યુવાનને નવજીવન મળ્યું. ગંભીર બિમારી સાથે આવેલ યુવાન હાલ સ્વસ્થ થઇ ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તબીબો અને હોસ્પિટલની ટીમ પણ કંઇક સારૃં કર્યાનો સંતોષ લઇ રહી છે.

આ કેસ અંગે માહિતી આપતા ડો. અમિત હપાણીએ જણાવ્યું હતું કે, ગત તા.૧પમીએ સાંજના સમયે અમારી હોસ્પિટલ પર ઇમરજન્સીમાં જામકંડોરણા પંથકના દલીત યુવાન જયેશ પરમારને બેભાન હાલતમાં લઇને તેમના સગા આવ્યા હતા, અમો સારવાર શરૂ કરીએ એ પહેલા તો યુવાનનું હૃદય બંધ પડી ગયું પણ ડો હપાણી, ઇન્ટેસ્ટીવીસ્ટ ડો. અંકુર સિણોજીયા સહિતની ટીમે તાત્કાલીક પમ્પીંગ અને શોક થેરાપી દ્વારા સારવાર કરતા યુવાનું હૃદય ફરી ધબકતું  થયું અને હાલ આ યુવાન સ્વસ્થ થઇ ગયો છે. વેસ્ટીલેટર પણ નીકળી ગયું છે અને બેત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. તબીબોની સઘન સારવારને કુદરતે પણ સપોર્ટ કર્યો અને ચમત્કાર થયો એમ જવેલેજ બનતી ઘટના બનીને જામકંડોરણા પંથકના દલીત પરિવારનો આધાર સ્તંભ બચી ગયો.

ડો. સિણોજીયાએ સંતોષ સાથે જણાવ્યું કે, યુવાન દર્દી અમારે ત્યાં આવ્યાને હૃદય બંધ થઇ ગયું ત્યારે જો અમો દર્દીની બચાવી શકયા ન હોત તો અમારી ટીમને પણ અફસોસ રહેત કે હોસ્પિટલ સુધી પહોંચેલ યુવાનને અમે બચાવી ન શકયા, પણ કુદરતને કંઇક સારું મંજુર હતું એટલે અમારી મહેનત રંગ લાવી અને યુવાન બચી ગયો. યુવાનની સારવાર માટે રાજકોટના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. ધર્મેશ સોલંકીનું માર્ગદર્શન પણ મળ્યું હતું. સારવારમાં ડો. અમિત હપાણી, ઇન્ટેસ્ટીવીસ્ટ ડો. અંકુર સિણોજીયા, ડો. અફઝલ ખોખર, ડો. વિશાળ ખાંડવી તથા અનુભવી નસ્ર્િંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યા હતા.

જામકંડોરણા પંથકના ચાવંડિ ગામના દેત મજુર જયેશ પુંજાભાઇ પરમાર (ઉ.૩૬) નામના આ યુવાનના પરીવારજનો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જયેશભાઇને તાવ હોય જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં વધુ સારવાર માટે અમોએ તેમને રાજકોટની ડો. અમિત હપાણીની પ્રગતિ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કર્યા અને અમારા પરિવારના મોભી બચી ગયા.

ઉકત તસ્વીરમાં પ્રગતિ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં આવ્યા બાદ તબીબોની મહેનત અને કુદરતની મહેરબાની સમાન આ કેસમાં યુવાનને પુનઃ જીવન મળ્યું મોતના મુખમાથી પાછા આવેલાં આ યુવાન સાથે ડો. અમિત હાપાણી, ઇન્ટેસ્ટીવીસ્ટ (આઇ.સી.યુ.ના નિષ્ણાંત) ડો.અંકુર સિણોજીયા, સર્જન ડો. વાઘમશી તથા પ્રગતિ હોસ્પિટલની ટીમની તસ્વીરઃ

(4:08 pm IST)