Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મોરબીનો સીટી સર્વેયર જયેન્દ્ર પ હજારની લાંચ લેતા પકડાયો

મકાન વેચાણની નોંધ પાડવા લાંચ માંગતા એસીબીની ઝપટે ચડી ગયો

મોરબી, તા.૨૯:મોરબીની સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતો સીટી સર્વેયર પહજારની લાંચ લેતા પકડાઇ ગયો હતો.  મળતી વિગતો મુજબ મોરબીમાં ફરીયાદીનું જુના મહાજન ચોક નજીકના રહેણાક મકાન વેચાણ કરેલ હોય જે મકાનની નોંધ ખરીદનારના ખાતે સીટી સર્વે કચેરીના રેકર્ડમા કરવાના હુકમ આધારે નોંધ ઝડપ થી કરીઆપેલ તેના અવેજ પેટે - જયેન્દ્ર જેવંતલાલ લોદરીયા, સર્વેયર(વર્ગ-૩) સીટી સર્વે કચેરી, મોરબી. જી. મોરબી વાળાએ એ રૂ. ૫૦૦૦/-ની લાંચની માંગણી કરેલ હોય જે ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદી એ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબી ટીમે છટકુ ગોઠવેલ જેમા આરોપી લાંચ ના નાણા રુ ૫,૦૦૦ સ્વીકારતા પકડાઈ ગયો હતો અને એસીબી ટીમે લાંચિયા સરકારી કર્મચારી વિરુદ્ઘ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે   એસીબીની ટીમના રાજકોટ એકમના મદદનીશ નિયામક એચ પી દોશીના સુપરવિઝન હેઠળ મોરબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ બી જાની તેમજ તેની ટીમે સફળ ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી લઇ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

(4:00 pm IST)