Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભાવનગરનાં સિહોરમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

ભાવનગર તા. ર૯ :.. ભાવનગર જીલ્લાનાં સિહોર માંથી વિદેશી દારૂનો મોટો જંગી જથ્થો ઝડપાયો છે. આ અંગે પોલીસ અધિકારીઓ ચુપ થઇ ગયા હતાં.

મળતી વિગતો મુજબ સિહોરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલનાં સ્ટાફે ૬૦૦ પેટી થી વધુ વિદેશી દારૂનો જથ્થો  ઝડપી લીધો છે. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનનાં પી. એસ. ઓ. એ કોઇ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. જયારે પોલીસ અધિકારીઓ પણ દારૂ ઝડપાયા અંગે મૌન  સેવી રહ્યા છે.

(3:48 pm IST)