Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજુલાના સાંજણવાવ ગામની સીમમાં કપાસની સાંઠી કાપતા યુવાન ઉપર ભુંગળુ મોત બની ત્રાટકયું

અમરેલી, તા., ૨૯: રાજુલાના સાંજણવાવ ગામે સીમમાં કપાસની સાંઠી કાપવાનું કામ કરતા ભરત લખમણભાઇ જેઠવા રે. ખરેડ, તા. મહુવાના ઉપર કટર મશીનનું ભુંગળુ પડતા મોઢુ ચગદાઇ જતા કમકમાટી ભર્યુ મોત નિપજયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

ધારીના મીઠાપુરમાં વાડીમાંથી ચોરી થયેલ મોટરની ફરીયાદ બે વર્ષે નોંધાવી

ધારીના મીઠાપુરમાં સીમમાંથી વાડીમાંથી પાણીની મોટર કિ. રૂ. ૧૫૯૦૦ની ધારીના દલખાણીયાના ચતુરભાઇ પોપટભાઇ સાવલીયાએ શબીર જુમા, જુમા હૈદર રે. સેમરડી નામના શખ્સો બે વર્ષ પહેલા ચોરી કરી લઇ જઇ ફરીયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી.

રાજુલામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજુલામાં જુગાર રમતા માવજી નરશી બારૈયા સહીત પાંચને પોલીસે રેડ પાડી કિ. રૂ. પ૧૭૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

(3:39 pm IST)