Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગિરનાર પરિક્રમામાં બાળક પર સૃષ્ટિ વિરૂદધનું કૃત્ય ગુજારનાર પાંચ શખ્સોની રાત્રે ધરપકડ

એક શખ્સ સગીર, આજે તમામને કોર્ટમાં રજુ કરાશે

જુનાગઢ તા.૨૯: ગિરનાર પરિક્રમામાં બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય ગુજારનાર પાંચ શખ્સોની રાત્રે ધરપકડ કરી હતી. જેમાં એક શખ્સ સગીર હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના રાજપર ગામનો એક પરિવાર ગિરનાર પરિક્રમા દરમ્યાન સેવા કરવા આવેલ ત્યારે ૧૭ નવેમ્બરની રાત્રે પરિવારનો ૧૧ વર્ષીય પુત્ર પર પાંચ શખ્સોએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ અંગેની ફરીયાદનાં આધારે પોલીસ રાજપર ગામનાં પાંચ શખ્સોને ઉઠાવી લીધા હતા.

દરમ્યાનમાં ભવનાથનાં ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. વાઘમશીએ રાત્રે ૯ કલાકે રાજપરનાં નવનીત વસંત પટેલ હર્ષદ દલપત પટેલ, જયેશ ભગવાનજી બોરીચા, રવજી કોળી અને એક સગીર સહિત પાંચ  શખ્સોની ધરપકડ કરી હતી.

આજે બપોર બાદ તમામ શખ્સોને કોર્ટ હવાલે કરી દેવામાં આવશે.

(3:37 pm IST)