Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઉનાના વાસોદમાં પાણી ભરેલી ડોલમાં માલઢોરે પાણી પી લેતા ડખ્ખો : પાઇપ લાકડી વડે હુમલો

ઉના, તા. ર૯ : તાલુકાના વાસોદમાં ઘર બહાર પાઇપ લાઇનમાંથી પાણી ભરતી વખતે પાણી ભરેલી ડોલમાં ત્યાંથી પસાર થઇ રહેલ માલઢોરે પાણી પી લેતા આ બાબતે બોલાચાલીમાં પાઇપ લાકડી વડે હુમલો થયેલ અને સામસામી પોલીસ ફરીયાદો નોંધાઇ છે.

વાસોદના જીતેન્દ્ર ઉફૈૃ જીલુ ઝાલાએ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી વાલા જાદવ, હિરા જાદવ, પ્રવીણ હિરા, ભૂપત, મનુરામ , લાખીબેન વગેરે પાઇપ લઇને ફરીયાદીના બહેન કાજલ તથા માતા મીનાબેન ઉપર હુમલો કરેલ.

બહેન અને માતા પાણી ભરતા હોય અને ત્યાંથી માલઢોર પસાર થતા પાણી ભરેલી ડોલમાં એક ઢોરે મોઢુ નાખતા બોલાચાલી થયેલ. આરોપીઓ સામે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા તથા હુમલા અંગે ફરીયાદ નોંધાઇ છે.

આ બનાવમાં સામી ફરીયાદ પ્રવીણ હિરાભાઇએ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ, કનુ ટાભા, મીના કનુભાઇ, કાજલ કનુભાઇ તથા કનુભાઇનો જમાઇ સામે ફરીયાદીના મોટા બાપાને ગાળો આપી લાકડી-પાઇપ વડે હુમલો કર્યાનું જણાવેલ છે. મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી મઘરાએ વધુ તપાસ ચલાવી રહેલ છે.

(12:12 pm IST)