Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જામજોધપુરના દારૂના કેસમાં ફરાર કેશુ મોઢવાડીયા ઝડપાયો

ખંભાળીયા, તા. ૨૯ :. રાજકોટ રેન્જ આઈ.જી.પી. સંદીપસિંઘની સૂચના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતાને પકડવા ડ્રાઈવ ચાલતી હોય જેથી ડી.બી. ગોહિલ ઈન્ચાર્જ પી.આઈ., એસ.ઓ.જી.નાઓએ જુદી જુદી બે ટીમો બનાવેલ હોય અને બન્ને ટીમો નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યરત હોય તે દરમિયાન કલાક ૧૮.૦૦ વાગ્યે ખંભાળીયા મિલન ચાર રસ્તા પાસે પહોંચતા પો. હેડ કોન્સ. જેશલસિંહ જી. જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે દારૂનો આરોપી કેશુ જીવાભાઈ મોઢવાડીયા જાતે મેર રહે. ગોરાણા ગામ તા. કલ્યાણપુર મીલન ચાર રસ્તા પાસે ઉભો છે જેથી તેને ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં ડી.બી. ગોહીલ ઈન્ચા. પોલીસ ઈન્સ્પેકટર, પો. સબ ઈન્સ. એ.ડી. પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. મહમદભાઈ બ્લોચ, પરબતભાઈ કરમુર, હરદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. મહાવીરસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, અરશીભાાઈ માડમ, સુરેશભાઈ વાનરીયા, પો. હેડ કોન્સ. ભીખાભાઈ ગાગીયા તથા લક્ષ્મણભાઈ આબલીયાનાઓ જોડાયા હતા.

(12:02 pm IST)