Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વિંછીયામાં જસાણી પરિવાર દ્વારા પૂ.હરિરામબાપાના આશિર્વાદથી એકોદશ કથા શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા

વ્યાસાસને રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ

રાજકોટ તા.૨૯ : જસદણ તાલુકાનાં વિછીંયામાં શ્રી મહાકાળી માતાજી, પૂ.જલારામબાપા તથા ગુરૂવર્ય પૂ.હરિરામબાપાના આશિર્વાદથી કાંતિલાલ ચુનીલાલ જસાણી પરિવાર દ્વારા તા.૧ - ૧૨-૨૦૧૮ થી તા.૭-૧૨-૧૮ સુધી રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને એકોદશ કથા શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવત મોક્ષ ગાથામાં તા.૧-૧૨-૧૮ને શનિવારે સવારે ૯ વાગ્યે પોથીયાત્રા સાથે શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ કથાનો પ્રારંભ કરશે.

તા.૩-૧૨-૧૮ને સોમવારે સાંજે ૬-૩૦ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય, તા.૪-૧૨-૧૮ને મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧૨ વાગ્યે શ્રી રામ પ્રાગટય તથા સાંજે પ-૩૦ વાગ્યે શ્રી નંદ મહોત્સવ ઉજવાશે.

તા.પ-૧૨-૧૮ને બુધવારે સાંજે ૬ વાગ્યે શ્રી ગિરીરાજ ઉત્સવ, તા.૬-૧૨-૧૮ને ગુરૂવારે સાંજે ૬ વાગ્યે શ્રી રૂક્ષ્મણી વિવાહ તથા તા.૭-૧૨-૧૮ને શુક્રવારે સાંજે પ વાગ્યે કથા વિરામ લેશે.

વિંછીયાની સત્યજીત સોસાયટી, હાઇસ્કુલ રોડ ખાતે દરરોજ સવારે ૯  થી ૧૨ અને બપોરે ૩ થી ૬-૩૦ સુધી શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણમાં દરેક ભાવિક શ્રોતાઓ માટે બંને સમય ભોજન પ્રસાદનું આયોજન કરાયુ છે.

કથા દરમિયાન પૂ.ગુરૂદેવ હરિરામબાપાએ પ્રસ્થાપિત કરેલ. પ્રાતઃ પ્રાર્થના સ્તુતી તેમજ કથા વિરામ બાદ સાંજે સુંદરકાંડ બાદ શ્રી રામાયણજીના પાઠનું આયોજન કરાયુ છે.

કથા દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી જયદેવલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ-સાબરમતી-ચાંદખેડા) આશિર્વચન પાઠવશે.

કથા માટે અંતરીક્ષમાંથી સ્વ.પ્રાણલાલ રણછોડદાસ જસાણી, સ્વ.ચુનીલાલ રણછોડદાસ જસાણી, સ્વ.વ્રજ સાગરભાઇ જસાણી (વિંછીયા) આશિર્વાદ મળ્યા છે.

કથાનો લાભ લેવા કથાના નિમિત માત્ર યજમાન કાંતિલાલ ચુનીલાલ જસાણી, શ્રીમતી મંજુલાબેન કાંતીલાલ જસાણી પરિવાર (જલારામ ગૃપ વિંછીયાના) બિપીનભાઇ કાંતીલાલ જસાણી, ગીતાબેન બીપીનભાઇ જસાણી, હિતેશભાઇ કાંતીલાલ જસાણી, ઉષાબેન હિતેશભાઇ જસાણી, રાજેશભાઇ કાંતીલાલ જસાણી, હિનાબેન રાજેશભાઇ જસાણી, શૈલેષભાઇ કાંતીલાલ જસાણી, ઉર્મિલાબેન શૈલેષભાઇ જસાણી, પ્રદિપભાઇ કાંતીલાલ જસાણી, નેહાબેન પ્રદિપભાઇ જસાણી, સાગર હિતેશભાઇ જસાણી, મિતેશ બીપીનભાઇ જસાણી, સંકેત રાજેશભાઇ જસાણી, ધારા સાગરભાઇ જસાણી, પ્રિયા મિતેશભાઇ જસાણી, ચાંદની સંકેતભાઇ જસાણી, અંકિત પ્રદિપભાઇ જસાણી, ભૌમિક શૈલેષભાઇ જસાણી, યશ રાજેશભાઇ જસાણી, ધ્રુમીત શૈલેષભાઇ જસાણી, શ્રેયાંક પ્રદિપભાઇ જસાણી, હેત સાગરભાઇ જસાણી, પરમેશ્વર સાગરભાઇ જસાણી, નિતાબેન શૈલેષકુમાર સોમછાત્ર, પલ્લવી હિતાંશુકુમાર ઠકકર, અર્ચના મિતુલકુમાર સેજપાલ, અમી જતીનકુમાર ગણાત્રા, દિપા રવિકુમાર તકવાણી સહિતના આમંત્રણ પાઠવ્યુ છે.(૪૫.૨)

(12:02 pm IST)