Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વઢવાણ સુડવેલ સોસાયટીના મદ્રેશામાં હોજમાં યુવાન ડૂબી ગયો

સુરેન્દ્રનગર, તા.૨૯: વઢવાણ શહેરની સુડવેલ સોસાયટીમાં રહેતા અબ્દુલભાઈ સતારભાઈ મમણી સોસાયટીમાં આવેલા મદ્રેસામાં પાણીની ટાંકીમાં લોખંડનો દ્યોડો ઉતારીને કામ કરી રહ્યા હતાં. ત્યારે અચાનક દ્યોડો લપસી જતા અકસ્માતે અબ્દુલભાઈ પાણીમાં પડી જતા ડૂબી જવાથી અબ્દુલભાઈનું મોત થયુ હતું. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે મુનાફભાઈ કાળુભાઈ મમાણીએ જાણ કરતા ઍકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ એન.એમ.ગઢવી કરી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જીલ્લામા હાલ મૃતાંક  વધીયો છે .  વઢવાણ પાસે આવેલી સૂડવેલ સોસાયટીમા બાળકોને પડાવવા માટે મદ્રેસો આવેલ છે

 સમગ્ર મુસ્લિમ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

(12:00 pm IST)