Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઉનાના કાકડીમોલીમાં ર.૧૬ લાખનો ગાંજો ઝડપાયો

ગેરકાયદે વાવેતર કરનાર મનસુખ અરજણ ઝડપાયોઃ બીજો આરોપી શીવા નાસી ગયોઃ ૭૨,૧૪૦ કિલો ગાંજો

 ઉના તા.૨૯: ઉનાના કાકડી મોલીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યાની બાતમી ઉપરથી પોલીસે દરોડો પાડીને ૭૨,૧૪૦ કિલો ગાંજો કિ.રૂ. ૨,૧૬,૪૨૦નો ગાંજો ઝડપી લીધો હતો.

કાકડી મોલીમાંગેરકાયદે ગાંજાનું વાવેતર કરનાર મનસુખ અરજણ રાણપરિયા તથા શિવા બીજલ બારૈયા સામે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગીર સોમનાથ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર જે.વી. ધોળાએ નોંધાવી છે.

દરોડા દરમિયાન મનસુખ અરજણને પકડી પાડેલ છે. બીજો આરોપી શિવા બીજલ નાસી ગયેલ છે. વાડીમાં ૫૩ નંગ ગાંજાના છોડ કુલ વજન ૭૨,૧૪૦ કિલો અને કિલોના ૩ હજાર લેખે કુલ રૂ. ૨,૧૬,૪૨૦ નો જથ્થો મળી આવેલ છે.

દરોડામાં એસ.ઓ.જી. સ્ટાફ, હેડ કોન્સટેબલ નટવરસિંહ, વિજયભાઇ, સુભાષભાઇ, મુકેશભાઇ તથા ભુરાભાઇ બાબરિયા જોડાયા હતા. વધુ તપાસ પીએસઆઇ જે.વી. ચુડાસમા ચલાવી રહયા છે.(૧.૯)

(11:49 am IST)