Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ધીમે-ધીમે ઠંડી વધવા લાગીઃ નલીયા ૧૩.૪ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવા વાતાવરણ બાદ હુંફાળુ હવામાન

ગોંડલઃ તસ્વીરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઠંડકની અસર વર્તાઇ હતી.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહયો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારનાં સમયે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

જો કે સવારના સમયે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જાય છે જયારે બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે જેના કારણે બપોરે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થયા છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ : ૩૦.પ, લઘુતમ : ૧૭, ભેજ : ૮૦ ટકા, પવનઃ ૫.૧ કિ.મી. છે.

કયાં કેટલું તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૧ ડિગ્રી

ડીસા

૧૪.૮ ડિગ્રી

વડોદરા

૧૬.૮ ડિગ્રી

રાજકોટ

૧૯.૩ ડિગ્રી

સુરત

૧૮.પ ડિગ્રી

ભાવનગર

૧૭.૦ ડિગ્રી

પોરબંદર

૨૧.૬ ડિગ્રી

વેરાવળ

૨૦.પ ડિગ્રી

દ્વારકા

૨૦.પ ડિગ્રી

ઓખા

૨૫.૧ ડિગ્રી

ભુજ

૧૭.૬ ડિગ્રી

નલીયા

૧૩.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.૪ ડિગ્રી

ન્યુ કંડલા

૧૬.૬ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૪.૦ ડિગ્રી

અમરેલી

૧૮.૪ ડિગ્રી

જામનગર

૧૭.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૪.૬ ડિગ્રી

મહુવા

૧૬.પ ડિગ્રી

દિવ

૧૬.૯ ડિગ્રી

વલસાડ

૧૪.૧ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૭.૧ ડિગ્રી

(10:41 am IST)