Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજકોટ -ભાવનગર જિલ્લાની ૫૫ જેટલી ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો 8,32 લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા ;અન્ય છ શખ્શના નામ ખુલ્યા

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા નિલમબાગ પોલીસ સ્ટેશન ટીમને સંયુકત સફળતા

ભાવનગર જિલ્લા અને રાજકોટ જિલ્લાની કુલ 55 જેટ્લી ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે બે આરોપીઓને 8,32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે આ બંનેની પૂછપરછમાં અન્ય છ સાથીદારોના નામ ખુલ્યા છે

  ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એમ. સૈયદએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓ તથા ડો. માલતીબેનનાં ઘરે બનેલ હત્યા સાથે લુંટનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.નાં અધિકારીઓ/સ્ટાફનાં માણસો તેમજ નિલમબાગ પો.સ્ટે. નાં અધિકારી/સ્ટાફ ભાવનગર શહેર વિસ્‍તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ચોરીનાં ગુન્હાઓ તથા ડો. માલતીબેનનાં ઘરે બનેલ હત્યા સાથે લુંટનાં ગુન્હાનાં આરોપીઓને શોધી કાઢવા અંગે જવેલ્સ સર્કલથી પાણીની ટાંકી તરફ જતા રસ્‍તાઓ ઉપર અલગ-અલગ ટુકડીઓ બનાવી વાહન ચેકિંગ તથા શકદારો ચેક કરતા હતા

    દરમ્યાન એલ.સી.બી.નાં પો.કો. ચંદ્દસિંહ વાળા તથા ઇમ્તિયાઝખાન પઠાણે શંકાસ્પદ ઇસમ સજાદભાઇ મહંમદભાઇ રહેમાનભાઇ ૫ઠાણ (ઉ.વ.૨૮) (રહે. શેરી નબર-૦૦,મોતીતળાવ, ઉંમરભાઇના મકાનમાં,ભાવનગર, શિવાલ ઉર્ફે બુધો ધીરૂભાઇ ગીરધરભાઇ વડગામા (ઉ.વ.૨૬ ) ( રહે.બ્‍લોક નંબર-૧૨ એ, રૂમ નંબર-૨૨૫૬,જુના ત્રણ માળીયા, ભરતનગર, ભાવનગર ) ઉભા રાખી ચેક કરતાં તેઓ બંને પૈકી સજાદભાઇ પાસેથી રોકડ રૂ.પ,૯૬,૪૦૦ની  ભારતીય ચલણી નોટો, સેમસંગ કંપનીનું કાળા કલરનું LED TV, લેપટોપ-૩ જેમાં કાળા કલરનું કોમ્‍પેક કંપનીનું મોડલ નંબર-૬ર૦ લેપટોપ ,લીનોવા કંપનીનું  બ્‍લેક કલરનું લેપટોપ , ગ્રે કલરનું લીનોવા કંપનીનું લેપટોપ, તેની અંગજડતીમાંથી વીવો કંપનીનો સીલ્‍વર કલરનો મોબાઇલ તથા હિરો હોન્‍ડા સીલ્‍વર કલરનું મો.સા. રજી.નં.GJ-04-DF 5822 મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર- પુરાવા માંગતાં નહિ હોવાનું અને ફર્યુ-ફર્યુ બોલતો હોય.જે રોકડ રૂ.૫,૯૬,૪૦૦ LED TV કિ.રૂ.૧૫,૦૦૦  લેપટોપ-૩ કિ.રૂ.૪૫,૦૦૦ મોબાઇલ-૧ કિ.રૂ.૮,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ

શિવાલ ઉર્ફે બુધો વડગામા પાસેથી ભારતીય ચલણી નોટો રૂ.૧,૦૮,૦૦૦ ,તેની પાસે રહેલ થેલીમાંથી કાંડા ઘડીયાળ નંગ-૦૩,સીલ્‍વર જયુબીલી ૧૯પ૩ થી ૧૯૭૮ કરોના સાહું કંપની લીમીટેડ તથા માણસનું ચિત્ર દોરેલ સીકકો, એક સફેદ કલરની ધાતુનો લાલ કિલ્લો તથા ભારતનો નકશો દોરેલ સિક્કો ,એક સફેદ કલરનો એસ.આર.પી ગ્રુપના કર્મચારીઓની ધીરાણ મંડળી નડીયાદ જય જવાન ર૦૧૪ ગુજરાતીમાં લખેલ ધાતુનો સીકકો ,એક ગોલ્‍ડન મોટો સિકકો જેમાં વિદેશી મુદ્રણ,સેમસંગ અને જીયો કંપનીનાં મોબાઇલ નંગ-૨ તથા હિરો હોન્‍ડા મો.સા. રજી.નંબર-GJ-04- BK 0098 મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું અને ફર્યુ-ફર્યુ બોલતો હોય.જે રોકડ રૂ.૧,૦૮,૦૦૦ ઘડીયાળ-૩ કિ.રૂ.૯૦૦, સિકકા નંગ-૪ કિ.રૂ.૩,૫૦૦ ,મોબાઇલ-૨ કિ.રૂ.૫,૫૦૦ તથા મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦ તથા લોખંડની હથોડી, લોખંડ ના ગણેશિયા તથા પેચ્‍યુનો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

  આમ, તેઓ બંને પાસેથી મળેલ ઉપરોકત તમામ મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ.જેથી કુલ રૂ.૮,૩૨,૩૦૦નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી તેઓને ધોરણસર અટક કરવામાં આવેલ

 મજકુર બંને ઇસમોની પુછપરછ કરતાં તેઓએ તેમનાં અન્ય સાથીદારો રમજાન રહીમભાઇ કુરેશી રહે.બોટાદ રીયાઝ ઉર્ફે પપ્‍પી રહે.બોટાદ ,રીયાઝ રસુલભાઇ સીપાઇ રહે.રૂવાપરી રોડ, ભાવનગર, ફરહાજ ઉર્ફે ભયકુ ફિરોજભાઇ રહે.ભાવનગર , એહશાનશા ઉર્ફે અમિત ઉર્ફે શાહીલ શબ્‍બીર દીવાન ફકીર રહે.રાણપુર જી. બોટાદ, ઇલીયાસ ફીરોજભાઇ વડીયા રહે. રાણપુરવાળા સાથે મળી ભાવનગર શહેરમાં અલગ-અલગ શિવ કૃપા સોસાયટી, લીલા સર્કલ રોડ, વિજયરાજનગર, વિદ્યાનગર, શ્રીનાથજીનગર,કાળીયાબીડ, નિલકંઠનગર,સુભાષનગર, દેસાઇનગર,શાસ્ત્રીનગર વિગેરે વિસ્તારોમાં કુલ-૧૭ ઘરફોડ ચોરી, રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કુલ-૨૦ ઘરફોડ ચોરી, ગારીયાધારમાં અલગ-અલગ વિસ્તારો માં ૦૩ ઘરફોડ ચોરી તથા બોટાદમાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૫ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

  આ તમામ ઘરફોડ ચોરીઓમાં મળેલ મુદ્દામાલ તેઓએ ગફારભાઇ જુસબભાઇ ચોકશી રહે.કડી તા.જી.મહેસાણાવાળાને વેચાણ કરેલ હોવાનું જણાવેલ છે.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં

  આમ,ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા નિલમબાગ પોલીસ સ્ટેશન ટીમને સંયુકત રીતે ઘરફોડ ચોરીનાં કુલ રૂ.૮,૩૨,૩૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી વણશોધાયેલ કુલ-૫૫ ઘરફોડ ચોરીઓનાં ગુન્હા શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ છે

   આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, કલ્યાણસિંહ જાડેજા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્દસિંહ સરવૈયા,  અરવિંદભાઇ પરમાર, ઇમ્તિયાઝખાન પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા તથા નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ. આર.જે.રહેવર તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ જેઠાભાઇ તથા અર્જુનસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(8:46 pm IST)