Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વાંકાનેરના ભેચડા ગામે જૂથ અથડામણ : બે જૂથ વચ્ચે ઢોર ચરાવવા બાબતે ધીંગાણું :છથી વધુ લોકો ઘાયલ

લોકોના ટોળે ટોળા ઉમટયા :બંને પક્ષે ફરિયાદ નોંધાવવા તજવીજ

મોરબીના વાંકાનેર તાલુકાના ભેચડા ગામે જૂથ અથડામણ થતા ચકચાર મચી જવા પામી છે બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા 6થી વધુ લોકો ઘાયલ થયા છે બંને પક્ષોએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.
   મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકામાં આવેલા ભેચડા ગામે ખેતરમાં ઢોર ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, વાત સમગ્ર ગામમાં ફેલાઇ ગઇ અને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અથડામણમાં 6 જેટલા લોકોને ઇજા પહોંચી હતી.

(7:14 pm IST)