Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કાલથી જામનગર જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બે દિવસ બંધ રહેશે

તહેવારોને કારણે પૂરતી સંખ્યામાં મજૂરો ઉપલબ્ધ નહીં હોવાથી નિર્ણંય

જામનગર : હાલ જામનગર જીલ્લામાં કાર્યરત તમામ માર્કેટીંગ યાર્ડ ખાતે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી ચાલી રહેલ છે. આગામી તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/ ૨૦૨૦ દરમ્યાન આવનાર તહેવાર તથા જાહેર રજાઓના કારણે પુરતી સંખ્યામાં મજુરો ઉપલબ્ઘ ન હોવાના કારણે તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/૨૦૨૦ દરમ્યાન લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી બંઘ રહેશે. તા. ૦૨/૧૧/૨૦૨૦ થી આ કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે જેની તમામ ખેડુત મિત્રોએ નોંઘ લેવા વિનંતી છે.તેમ જિલ્લા  પુરવઠા અઘિકારીની યાદીમાં જણાવાયું છે

(7:04 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST