Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મનરેગા યોજના માં મટીરિયલમાં ટેન્ડર પ્રક્રિયા બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને ગ્રામપંચાયતોને સતા આપવાં માંગણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મનરેગા યોજના માં મટીરિયલમાં ટેન્ડર પ્રક્રિયા બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ને ગામપચાયતો ને સતા આપવાં માંગણી કરાઈ છે.

        આ અંગે ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે સરકારશ્રી તરફથી અતિ મહત્વની અને ગરીબોના કલ્યાણ લક્ષી મનરેગા યોજનામાં મટીરીયલ માટે વાર્ષિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે આ ટેન્ડર પ્રક્રિયા થી એક જ પાર્ટી આખા તાલુકા મટીરીયલ આપશે. 

ગુજરાત સરકારની તમામ વિકાસ લક્ષી યોજના માં કામ કરતી એજન્સી તરીકે ગ્રામ પંચાયતના વિકાસ કામો કરે છે જેથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થવા ની શક્યતા ખૂબ જ નહિવત છે અને મનરેગા યોજનામાં ટેન્ડર પ્રક્રિયા થી મટિરિયલની ગુણવત્તા નબળી કામો નબળાં થવાં ની ભીતી સેવાતી હોય છે જેથી નબળી કામગીરી ની જવાબદારી જેતે ગામપચાયત ના તલાટી કમ મત્રી,સરપંચ નકકી થતી હોય છે જેથી  મટીરિયલમાં ટેન્ડર પ્રક્રિયા રદ કરી ને સતા ગામ પંચાયતો ને આપવાં માંગણી કરાઈ છે.

(5:00 pm IST)