Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ખેતરોમાં પાક નુકશાની અંગે વળતર આપવા ખેડૂતો ગરબે ઘૂમ્યા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરીને પાક નુકશાની અંગે આક્રોશ ઠાલવ્યો

ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરીને પાક નુકશાની અંગે આક્રોશ ઠાલવ્યો હતો.

     ૮૦ થી વધુ ખેડૂતો એ જિલ્લા સેવાસદન માં પાક નુકશાની ના વળતર માટે નવતર વિરોધ કર્યો હતોજેમાં જિલ્લા સેવા સદન માં ગરબે રમીને તથા જય જવાન જય કિસાન ના નારા લગાવી  ખેડૂતો ગરબે રમ્યા હતા.

       ખંભાળીયા તાલુકા ના માંજા , લલિયા અને ભટ્ટ ગામ ના ખેડૂતો ને પાછોતરા વરસાદ માં વ્યાપક નુકશાન ગયું હોવાથી કર્યો વિરોધ વ્યક્ત કરીને તાત્કાલિક સહાય મળે તે માટે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(2:59 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST